Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પેટલાદની કોલેજ ચોકડી નજીક ભાજપના બે જૂથો વચ્ચે હાથાપાઈ થતા ચકચાર

પેટલાદ: શહેરની કોલેજ ચોકડી ખાતે ગતરાત્રીના ૧૧ કલાકે ભાજપના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ છુટા હાથની મારામારી થતાં ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે આણંદ જિલ્લા ભાજપના પુર્વ મહામંત્રી હેમંતભાઈ પટેલ સહિત ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
ભાજપના કાર્યકર દિનેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ (રહે. મણીધન સોસાયટી, પેટલાદ)એ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોલેજ ચોકડી ખાતે રાત્રીના ૧૧ કલાકે ટોળું એકત્રિત થયું હતું અને એ જોવા માટે ગયેલ હતો. ત્યાં રૂચીત પટેલ અને હર્ષ દવે બંને વચ્ચે બોલાચાલી થતી હતી. હર્ષ દવે રૂચીત પટેલને ગાળો બોલતો હોવાથી રૂચીત પટેલ મારો મિત્ર હોવાથી આ ઝઘડામાં વચ્ચે પડ્યો હતો. ત્યાં નજીકમાં હેમંતભાઈ જયંતિભાઈ પટેલ તથા રાજુભાઈ બાબુભાઈ ચોકસી હાજર હોય તેઓ આવેલ અને ઝઘડામાં પડી ગમેતેમ ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

(5:46 pm IST)