Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

જેડબ્લુ ફેશન હાઉસને એવોર્ડ

 અમદાવાદઃ જેડબ્લ્યુ ફેશન હાઉસ અને રીટેલના અગ્રણીએ તાજેતરમાં એક મોટું ગૌરવ પ્રાપ્ત કરેલ છે. જેડબ્લ્યુ લાઈફ સ્ટાઈલ ઈન્ડિયા લિ.કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર શ્રી જિતેન્દ્ર ચૌહાણે તાજેતરમાં મુંબઈ ખાતે રેમન્ડ દ્વારા આયોજીત એક સમારંભમાં રિટેઈલ સેકટરમાં સૌથી પ્રગતિશીલ રીટેઈલ સંસ્થા બનવા બદલ રેમન્ડના સીઈઓ સંજય ભે઼લ તરફથી એવોર્ડ મેળવ્યો હતો. જેડબ્લ્યુએ તાજેતરમાં તેના ઈન- હાઉસ લેબલ જેબી સ્પોર્ટસ, જેડબ્લુ, લંડન એડીશન, મેટલ, જેબી સ્ટુડીયો, ગ્રીન ફાઈબર, મોદી કુર્તા, મોદી જેકેટ તેમજ લગ્નની આવનારી સિઝન માટે એસએસ૧૮ના કલેશન લોન્ચ કર્યા છે. આ ઉપરાંત, સ્ટોરમાં ઘણી જાણીતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડસ તેમજ કાપડ અને ટેલરીંગની સેવાઓ ઉપલબ્ધ છે.(૩૦.૬)

(2:44 pm IST)