Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

૭૫ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજ બનશે:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરાત

અમદાવાદમાં ૮૦૦ કરોડના વિવિધ કામોનું ભૂમિપૂજન:મનપાના ૬૦૦૦ રોજમદાર સફાઇકર્મીઓને કાયમી નિમણૂંકપત્ર એનાયત

અમદાવાદમાં 75 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ બનશે તેવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી અમદાવાદમાં અંદાજે 800 કરોડના વિવિધ વિકાસકામોનું ભુમીપુજન કરાયું હતું અને મહાનગરપાલિકાના 6000 રોજમદાર સફાઈકર્મીઓને કાયમી નિમણૂકપત્ર એનાયત કરાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે
 

 રાજ્ય સરકારની ઇચ્છાશક્તિને લઇ ગુજરાતનો વિકાસ દેશમાં એક નવી ઉંચાઇ પર છે

   રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે  રાજ્યમાં પૈસાના અભાવે કોઇ વિકાસ કામો ન અટકે તેની ચિંતા આ સરકારે કરી છે  અમદાવાદને પતંગની ઓળખ સાથે હવે ફૂટ ઓવરબ્રિજની નવી ઓળખ મળશે  વડાપ્રધાનશ્રીનું ૨૦૨૨ સુધીમાં દરેકને છતનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે

  મુખ્ય મંત્રીશ્રીએ વિરોધીઓની વિકાસની ટીકાનો જવાબ આપતાં જણાવ્યું કે,ગુજરાત વિકાસને વરેલું છે, આ યાત્રાને કોઇ રોકી શકશે નહીં. મુખ્ય મંત્રીશ્રીએ આજે અમદાવાદ મહાનગરપાલિકાના ૬૦૦૦ જેટલા રોજમદાર સફાઇકર્મીઓને કાયમી નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા. સાથો સાથ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને પૂર્વ ઝોનમાં રૂા. ૧૯૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૨૮૦૫ આવાસોની સોંપણી કરી હતી.

  આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં રૂા. ૨૦૦ કરોડના ખર્ચે ૨૮૪૯ આવાસોનો ડ્રો કર્યો હતો અને જણાવ્યું હતું કે, આજની ફાળવણીમાં રહી જતા અરજદારો માટે આગામી ૩ માસમાં નવા ૨૫૦૦ આવાસોનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
  મુખ્ય મંત્રીશ્રીએ નવા પીરાણા ખાતે ૧૫૫ એમ.એલ.ડી.ની ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નારોલ-નરોડા રોડ પર સ્પ્લીટ ફ્લાય ઓવર, ખાડીયા વોર્ડમાં ૯.૨૦ મીલીયન લીટર ક્ષમતાનું પંપહાઉસ સાથે ભૂર્ગભ ટાંકી અને ૨૫ લાખ લીટરનીઓવરહેડ ટાંકી, ઇસનપુર ખાતે ૬.૯૪ મીલીયન લીટરની ભૂર્ગભ તેમજ ૨૪ લાખ લીટરની ઓવરહેડ ટાંકી, સેજપુર ખાતે ૪.૮૬
મીલીયન લીટર ક્ષમતાની ભૂર્ગભ ટાંકી અને ૧૦ લાખ લીટરની ઓવરહેડ ટાંકી, વિરાટનગરમાં ૪.૪૪ મીલીયન લીટર ક્ષમતાની ભૂર્ગભ ટાંકી સહિત ગોમતીપુર વોર્ડમાં વીર ભગતસિંહ હોલનું નવીનીકરણ કરવાના કામનું ખાતમુર્હૂત કર્યું હતું.
  આ અગાઉ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સાબરમતી નદી પર રૂા. ૭૫ કરોડના ખર્ચે નિર્માણાધીન અને ૨૧૦૦ ટન વજનના ફૂટ ઓવરબ્રિજનું ભૂમિપૂજન કર્યું હતું અને જણાવ્યું હતું કે, અમદાવાદને પતંગની ઓળખ સાથે હવે ફૂટ ઓવરબ્રિજની નવી ઓળખ મળશે.
   અમદાવાદ મહાનગરપાલિકાના ૬૦૦૦ રોજમદાર સફાઇ કર્મચારીઓને નિમણૂંક પત્ર આપી તેમજ પ્રધાનમંત્રી આવાસ મહાનગરપાલિકાના ૬૦૦૦ રોજમદાર સફાઇ કર્મીઓને નિમણૂકપત્ર આપયા હતા
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૦૨૨ સુધીમાં દરેક પરિવારને છત મળે તે સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. લોકોના જીવનધોરણ ઉપર લાવવા આ સરકાર સતત ચિંતા કરી છે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ માટે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને લઇ જણાવ્યું કે, જે શાળાઓએ વધુ ફી લીધી હશે તેમણે પરત કરવી પડશે.
મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસકર્મીઓની સર્તકતાને બિરદાવી હતી અનેસી.સી.ટીવી કેમેરાની ટેકનોલોજીના ઉપયોગથી આરોપીઓને ઝડપથી પકડવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. આ ટેકનોલોજીટ્રાફીક વ્યવસ્થા તેમજ ચોમાસા સમયે વરસાદી પાણીના ભરાવા પર નજર રાખવા તેમજ નિકાલ માટે પણ ઉપયોગી બની રહેશે.
   મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, અમદાવાદનો રિવરફ્રન્ટ દેશના મહાનગરોમાં એક નજરાણું બની રહ્યું છે તે શાસક પક્ષની વિકાસની ઇચ્છાશક્તિનું પરિણામ છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ એક હજાર કરોડ રહેતું હતું જે આજે એક સ્થળેથી ૮૦૦ કરોડના વિકાસ કામો થઇ રહ્યા છે. અમદાવાદ શહેરને વધુ જનસુવિધાયુક્ત બનાવવા રાજ્ય સરકારના પ્રયાસ અને નિર્ણયશક્તિને આભારી છે.
   મેયર શ્રી ગૌતમભાઇ શાહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, અમદાવાદને સિટી થી મેગાસિટી અને લીવેબલ અને લવેબલ શહેર તરીકે દેશમાં સ્થાન મ્ળયું છે. નાગરિકોને જરૂરી આધુનિક સુવિધાઓના નિર્માણથી દેશમાં અમદાવાદ સુવિધાયુક્ત શહેર બન્યું છે.
  આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ શ્રી કીરીટભાઇ સોલંકી, રાષ્ટ્રીય સફાઇ આયોગના અધ્યક્ષ શ્રી મનહરભાઇ ઝાલા, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સીલરશ્રીઓ, મ્યુનિસપલ કમિશનર શ્રી મુકેશકુમાર સહિત લાભાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

(9:06 pm IST)