Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ખાનગી સ્કૂલો કેટલી ફી ઉઘરાવી શકે તે નક્કી કરવાનો રાજ્ય સરકારને પૂરો અધિકાર:સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

ખાનગી સ્કૂલોની બેફામ ફી મુદ્દે સુપ્રીમકોર્ટે ફરી એકવાર ગાળિયો કસ્યો છે

અમદાવાદ :ફી નિયમન અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે સરકારને રકારને ફી નક્કી કરવાનો અધિકાર છે ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી ઉઘરાવી શકે તે નક્કી કરવાનો રાજ્ય સરકારને પૂરો અધિકાર હોવાનો સુપ્રીમ કોર્ટે વધુ એકવાર સ્વીકાર કર્યો છે. સાથે જ ખાનગી સ્કૂલો વિવિધ પ્રવૃત્તિઓના નામે જે રીતે ટયુશન ફી ઉપરાંત બેફામ નાણાં ઉઘરાવે છે તેના પર પણ કોર્ટે ગાળિયો કસ્યો છે.

   સરકાર અને સંચાલકોને પરસ્પર ચર્ચા કરી શિક્ષણ સાથે સંકળાયેલી ઈતર પ્રવૃત્તિઓની ફીનું માળખું નિિૃત કરવાની તાકીદ કરી ફી નિયમના કાયદાને પડકારતી પિટિશન્સ પરની વધુ સુનાવણી જુલાઈના બીજા સપ્તાહમાં રાખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

   સુપ્રીમ કોર્ટમાં બુધવારે યોજાયેલી સુનાવણીથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે, સ્પોર્ટ્સ, કમ્પ્યુટર, સ્વીમિંગ, મ્યુઝિક, આર્ટ જેવી ઈતર પ્રવૃત્તિઓ માટે લેવાતા ચાર્જીસ નક્કી કરવા ફી ફિક્સેશનની સ્કીમ ઘડી કાઢવાની રહેશે. આ સ્કીમ નક્કી કરતી વખતે સરકારે સંચાલકો અને ઓલ ગુજરાત વાલીમંડળના પ્રતિનિધિઓ સહિત વાલીઓની સાથે પરસ્પર ચર્ચા વિચારણા કરવાની રહેશે.

    આ ફી ફિક્સેશન સ્કીમ તૈયાર કરતી વખતે જે બે ખાસ મુદ્દા ધ્યાને રાખવાના રહેશે તેની પણ કોર્ટે સ્પષ્ટતા કરી છે. જેમાં પહેલો મુદ્દો શિક્ષણ સાથે જ સંકળાયેલી ઈતર પ્રવૃત્તિના ચાર્જીસ કયા ધારાધોરણોના આધારે લેવા તે નક્કી કરવું. તથા સ્કૂલોને જે વધારાની આવક થાય તેનો શિક્ષણના હિતમાં સ્કૂલ ચલાવનાર ટ્રસ્ટ કેવી રીતે યોગ્ય ઉપયોગ કરી શકે તેની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

(9:13 am IST)