Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

અમદાવાદના વિધાર્થી આદિત્ય ભટ્ટની અનોખી શોધ :હવામાંથી ઉત્પન્ન કરી વીજળી:યંત્ર બનાવ્યું

વીજળી ઉત્પન્ન કરતી ટેક્નિકનું ભારત અને ઇઝરાઇલના પીએમ સમક્ષ નિદર્શન કરાયું છે

અમદાવાદ:અમદાવાદના ઘોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હવામાંથી વિજળી ઉત્પન્ન કરતુ યંત્ર બનાવ્યુ છે ટીવી સ્ક્રીન પર બે પાંખો અને એક વાટકો લગાવેલુ હોય તેવું જે સાધન દેખાય છે તે હવામાંથી વિજળી ઉત્પન્ન કરે છે. આદિત્ય ભટ્ટ નામના વિદ્યાર્થીએ શોધ કરી સોલર એનર્જીમાં કેટલીક મર્યાદાઓ હોય છે. જેમ કે વરસાદ હોય કે વાદળછાયું વાતાવરણ હોય તો વિજળી ઉત્પન્ન થઇ શકતી નથી તેનો વિકલ્પ શું હોઇ શકે જે વિચાર ઉદભવતાં ઝીરો પોઇન્ટ ફીલ્ડ એનર્જી જનરેટરનું નિર્માણ શક્ય બન્યું. યંત્ર પાતળી હવામાંથી વિજળી ઉત્પન્ન કરે છે

   યંત્રની શોધ કરનાર આદિત્ય ભટ્ટે જણાવ્યું હતું કે યંત્રની ખાસિયતમાં એક થાંભલા પર તાંબા સ્ટીલ અને એલ્યુમીનિયમની મદદથી બનાવેલી કોયલ ફીટ કરવામાં આવેલી હોય છે. ત્રણેય ધાતુ હવામાં રહેલી રીડેયન્ટ એનર્જીને શોષી યંત્રની નીચે રહેલી સર્કીટ સુધી પહોચાડીને તેનું વિજળમાં રૂપાંતર થાય છે. અત્યારે બનાવેલા મશીન થી 15 વોટની વિજળી ઉત્પન્ન થાય છે. જેનાથી મોબાઇલ લેપટોપ જેની વસ્તુઓ રીચાર્જ થઇ શકે. તેનો ટાર્ગેટ 50 વોટ સુધી લઇ જવાનો છે જેનાથી નાના એપ્લાઇન્સીસ ચલાવી શકાય. શોધમાં પરિવાર તરફથી તેને સારો સહયોગ મળ્યો. ઘણીવાર મકાનમાં વિજળી ડુલ પણ થઇ ગઇ હતી

  આદિત્યના પિતા મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે આદિત્ય તેની પ્રોડક્ટને દેશના વડાપ્રધાન અને ઇઝીરાઈલના વડાપ્રધાન સમક્ષ દર્શાવી ચુક્યો છે. ઉપરાંતા રાજનાથ સિંહ અને સુરેશ પ્રભુ સમક્ષ પણ નિદર્શન કરી ચુક્યો છે.

  હાલમાં તે ગુજરાતની સરહદ પર બીએસએફના જવાનો માટે યંત્રથી વધારે વિજળી કઇ રીતે ઉત્પન્ન કરવી તે પર કામ કરી રહ્યો છે. ઉપરાંત દુરના ગ્રામીણ વિસ્તારોમાં ઝીરો પોઇન્ટ ફીલ્ડ એનર્જી જનરેટર કઇ રીતે વાયેબલ થાય તે અંગે પ્રયાસ કરી રહ્યો છે. જો તેનો પ્રયોગ સફળ રહ્યો તો ચોક્કસ વિજળીના પ્રશ્નો દુર થશે.

(11:06 pm IST)