Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પાટણ હાઇવે પર ડમ્પર સાથે અકસ્માતમાં છકડાચાલકનું મોત :પાંચને ઇજા

શિહોરી હાઇવે પર વાયડગામ નજીક અકસ્માત :ડમ્પર ચાલાક નાશી છૂટ્યો

 

પાટણ હાઇવે પર ડમ્પર સાથે અકસ્માત સર્જાતા છકડાચાલકનું મોત નીપજ્યું છે જયારે પાંચને ઇજા પહોંચી હતી આજે પાટણ શિહોરી હાઈવે પર વાયડગામ નજીક ડમ્પર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક નાશી છૂટ્યો હતો.

 

   સરસ્વતી તાલુકાના વાયડ ગામ નજીક પાટણ શિહોરી હાઈવે પર ડમ્પર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. છકડા બેઠેલા પાંચ મુસાફરો ગંભીર ઇજાઓ થઇ હતી. જયારે છકડાના ચાલક રામજીભાઇનું મોત થયુ હતું. જયારે અન્ય દર્દીઓ 108 દ્વારા સારવાર માટે ધારપુર ખસેડવામાં આવ્યા હતા. ઘટના જાણ વાગડોદ પોલીસ થતા તેઓ સ્થળ આવીને અકસ્માતની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

 

(12:00 am IST)