Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ડીસામાં પાણીના મીટરમાં ઘરદીઠ 800 લીટરની જગ્યાએ 1500 લીટર વપરાશ ખુલ્યો

પાણીનો વેડફાટ અટકાવવા પાલિકાએ બે જગ્યાએ લગાવ્યા હતા ટેસ્ટિંગ મીટર

ડીસા નગરપાલિકાએ પાણીના લગાવેલા મીટરમાં ઘરદીઠ 800 લીટરની જગ્યાએ 1500 લીટર પાણીનો વપરાશ થતો હોવાનું ખુલ્યું છે નગરપાલિકાએ પાણીનો વેડફાટ અટકાવવા અને  શહેરીજનોને પૂરતું પાણી મળી રહે તે માટે  શહેરમાં પાણી માટે મીટર લગાવવાનું આયોજન કર્યું હતું જોકે નગરપાલિકાએ શહેરમાં બે જગ્યાએ ટેસ્ટિંગ મિટર લગાવ્યા હતા. જેમાં ઘરદીઠ અંદાજીત 800 લીટર પાણીની જરૂરિયાત સામે 1500 લીટર પાણીનો વપરાશ થતું હોવાનું બહાર આવ્યું હતું.

(11:55 pm IST)