Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સુરતના ઉધનામાં લૂંટ ;પગાર કરવા બેઠેલા વેપારીને ચપ્પુ મારીને 1,30 લાખની લૂંટ:પોલીસ કાફલો દોડ્યો

 

સુરત :ઉધના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કર્મચારીઓને પગાર કરવા બેઠેલા કપડાના વેપારીને ચપ્પુ મારીને લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ઉધના પોલીસનોકાફલો ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉધના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં કપડાના વેપારી જ્યારે કર્મચારીઓને પગાર કરવા માટે બેઠા હતાં. ત્યારે આવેલા 3 અજાણ્યા ઈસમોએ વેપારી પર ચપ્પુ ચલાવીને રૂપિયા1.30 લાખની લૂંટ ચલાવી હતી. ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.

(11:58 pm IST)