Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

અમદાવાદમાં કાંકરિયા મણિનગર માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત

વાહન ચાલકની શોધખોળ ;અજાણી મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ:ઘટના સીસીટીવીમાં કેદ થયાનું અનુમાન

 

:અમદાવાદના કાકરિયા મણિનગર માર્ગ પર મોડી રાત્રે હિટ એન્ડ રન જેવી ઘટના બહાર આવી છે ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા છે. રામબાગ કષ્ટભંજન હનુમાનજી સ્વામીનારાયણ મંદિપ સામે એક અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.   

 

 હજુ સુધી મહિલાની ઓળખ થઇ નથી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયાની આશંકા સાથે પોલીસે અજાણ્યા વાહનચાલકની તપાસ હાથ ધરી છે. સ્થળ પર મહિલાનું મોત થતા 108ની ટીમને જાણ કરી મહિલાના મૃતદેહને હોસ્પિટલે ખસેડવા તજવીજ હાથ ધરાઈ છે .

(12:11 am IST)