Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં ફી નિયમન મુદ્દે અમદાવાદમાં દેખાવોઃ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા હોબાળો

અમદાવાદઃ ફી નિયમનના મુદ્દે રાજ્યવ્યાપી દેખાવો કરી સરકાર ફી નિયમનનો કડક અમલ કરે તેવી માંગ કોંગ્રેસે કરી હતી. આ દેખાવોમાં શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં દેખાવો કરવામાં આવ્યા હતા.

અમિત ચાવડાના શિક્ષણ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે FRCનો તાત્કાલિક અમલ થાય તે જરૂરી છે. જો અમલ ન કરી શકે તો મુખ્યમંત્રી રાજીનામું આપે. ભાજપે શિક્ષણનું ખાનગીકરણ કર્યું. ખાનગી શાળા પાસેથી ભાજપ ફંડ લે છે. ખાનગી શાળાઓને સરકાર છાવરે છે. હવે ખાનગી શાળાઓ સરકારને ગાંઠતી નથી. સરકાર ફી નિયમનનો કડક અમલ કરાવે.

ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળામાં ફી નિયંત્રણ કાયદો બનાવાયો પણ ખાનગી શાળા દ્વારા અમલવારી નથી કરાતી. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે રાજકોટમાં DEO કચેરીમાં હોબાળો મચાવ્યો હતો તો DEOની ઓફિસમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે બાદમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે થોડીબર ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો બાદમાં રસ્તા પર ઉતરી કોંગ્રેસ દ્વારા ચક્કા જામ પણ કરવામાં આવ્યું હતું.

સુરતમાં પણ દેખાવો યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમિતિના સભ્યોએ વાલીઓ સાથે રસ્તાઓ પર આવી દેખાવો કર્યા હતા.

વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ ડીઈઓ કચેરીને તાળાબંધી કરી ફી નિયમનના મુદ્દે સરકારનો વિરોધ કર્યો હતો.

(7:52 pm IST)