Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

PSI શ્વેતાએ ચતુરાઈથી લાંચના વૉટ્સએપ્પ મેસેજ પણ ડીલીટ કરી પુરાવાનો નાશ કર્યો છતાં પકડાઈ

પીએસઆઈની ચાલ સમજી ગયેલા આરોપીએ મેસેજ આવતાં સ્ક્રીન શોટ લઈ પુરાવા એકત્ર કર્યા

 

 અમદાવાદ: GSP ક્રોપના એમડી એવા બબ્બે રેપ કેસના આરોપી કેનલ શાહને પાસા કરવાની ધમકી આપી રૂ 35 લાખનો તોડ કરનાર પીએસઆઈ શ્વેતા ચતુરાઈથી પુરાવાનો નાશ કરતી હતી તેમ છતાં પકડાઈ હતી. શ્વેતા પૈસાની માગણી કરતા વ્હોટસ એપ મેસેજ આરોપીને કરતી પણ ગણતરીની સેકન્ડમાં ડિલિટ મારતી હતી. મહિલા પીએસઆઈની ચાલ સમજી ગયેલા રેપ કેસના આરોપીએ બીજા ચેટિંગમાં સ્ક્રિન શોટ લેવાનું શરૂ કર્યું હતું.

 GSP ક્રોપના એમડી કેનલ શાહ વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં બબ્બે મહિલાઓએ રેપની ફરિયાદ નોંધાવી હતી. મામલે પાસા થશે તેમ કહી પીએસઆઈ શ્વેતાએ આરોપી કેનલ શાહ વિરૂધ્ધ રૂ. 25 લાખની માંગણી કરી 20 લાખમાં પતાવટ થઈ હતી. બાદમાં રેપ કેસના સાક્ષીને ધમકાવવાનો વધુ એક કેસ સામે આવ્યો હતો. મામલે શ્વેતાએ ત્રણ કેસ થાય તો પાસા કરવી પડે તેમ કહી બીજા 20 લાખની માંગણી કેનલ શાહ પાસે કરી આખરે મામલો 15 લાખમાં પતાવવાનું નક્કી થયું હતું. રીતે પાસાની કાર્યવાહીથી બચવા કેનલ શાહ તરફથી રૂ.35 લાખ ચુકવવામાં આવ્યા તેવો આક્ષેપ પીએસઆઈ શ્વેતા વિરુદ્ધ થયો હતો.જો કે પૈસાની ચુકવણી અને માંગણી બાબતે પીએસઆઈ શ્વેતા અને રેપ કેસના આરોપી વચ્ચે વ્હોટસ એપ પર મેસેજથી વાત થતી હતી. જો કે શ્વેતા મેસેજ કરે બાદમાં તે મેસેજ આરોપી વાંચે એટલે તરત પોતે કરેલા મેસેજ તે ડિલીટ મારતી હતી. શ્વેતા પોતાના વિરૂધ્ધના પુરાવાનો નાશ ચતુરાઈથી કરે છે તેવું સમજી ગયેલા આરોપી સચેત થઈ ગયા હતા. પૈસા લઈને શ્વેતા પોતાની પાસા કરે તો કાર્યવાહી કરવાના હેતુથી આરોપીએ પણ મગજ ચલાવ્યું હતું.

 શ્વેતા જેવા વ્હોટસ એપ મેસેજ કરતી આરોપી તરત મેસેજનો સ્ક્રીન શોટ લેતો હતો. રીતે પૈસાની માગણીના 2 થી 3 મેસેજના સ્ક્રિન શોટ આરોપીને મળી ગયા હતાં. આખરે પોલીસને 35 લાખના તોડકાંડમાં મહત્વના પુરાવા રૂપે વ્હોટસ મેસેજના સ્ક્રિન શોટ મળી ગયા હતા.

(11:50 pm IST)