Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ ના જાહેરનામા ભંગ બદલ ૧૨૧૧ કેસોમાં ૨.૪૨ લાખની વધુનો દંડ વસુલાયો

વલસાડઃ વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા વિવિધ સ્‍થળોએ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત જાહેરનામા ભંગ બદલ વિવિધ વિસ્‍તારોમાં તા.૬/૭/૨૦ના રોજ હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન માસ્‍ક ન પહેરવા, જાહેરમાં થૂંકવા, સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ ન જાળવવા, સેનેટાઇઝર ન રાખવા વગેરે બાબતો માટે ૧૨૧૧ કેસોમાં કુલ રૂા.૨,૪૨,૨૦૦ની રકમનો દંડ વસુલ કરાયો છે.
જે પૈકી નગરપાલિકાઓ દ્વારા ૯૨ કેસોમાં રૂા.૧૮,૪૦૦ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ૧૦૭૫ કેસોમાં રૂા. ૨,૧૫,૦૦૦તેમજ આર.ટી.ઓ દ્વારા ૪૪ કેસોમાં રૂા.૮૮૦૦-નો દંડ વસુલ કરાયો છે.

(10:37 pm IST)