Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

બીનવારસી ૩૪૭ બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

કાર ચાલક રફુચક્કર થયો

અમદાવાદ,તા. : શહેરના પોશ એવા નવરંગપુરા વિસ્તારમાં કારમાં દારૂ હોવાની બાતમી પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ પીસીબીને મળતા પોલીસે શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો. કાર ચાલકે તેની કાર ફિલ્મી સ્ટાઇલથી એસપી રિંગરોડ તરફ કાર દોડાવી દીધી હતી. પોલીસે કારને આંતરીને કારમાંથી ૩૪૭ બોટલ દારૂ ઝડપી લીધો છે.જયારે દારુ લાવનાર નરેશ ચંપકલાલ ખત્રી અને કારનો ચાલક પોલીસને ચકમો આપીને રફુચક્કર થઈ ગયા હતા. બાતમીને આધારે શહેરમાં પીસીબીએ એક કારને છેક નવરંગપુરાથી પીછો કરીને એસપી રિંગરોડ સુધી પીછો કરીને કાર ઝડપી હતી. કારમાં ડેકી અને સીટો પર દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં પેટીઓમાં ૩૪૭ બોટલ વિદેશી દારૂ હતો. ચોર પોલીસની સંતાકુકડીમાં કારનો ચાલક અને બુટલેગર પોલીસને ચકમો આપીને રફુચક્કર થવામાં સફળ રહ્યા હતા.

(10:14 pm IST)