Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અરવલ્લી જિલ્લામાં તમામ 1058 બુથ કક્ષા સુધી જનસંઘના સ્થપાક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની 120 મી જન્મ જયંતિ ઉજવાઈ

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: ભારતીય જનસંઘના સ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી, મહાન શિક્ષાવિદ્ અને આપણા સૌના માર્ગદર્શક એવા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જી ની જન્મજયંતી નિમિત્તે  મોડાસા તાલુકાના સી.એમ.સુથાર હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ જિલ્લા ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભીની ઉપસ્થિતિમાં આજરોજ યોજાયો હતો.

   પ્રારંભે સૌ કાર્યકર્તાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની છબીને નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલે  ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન કવન વિશે પ્રકાશ પાડતાં રાષ્ટ્ માટે તેમણે આપેલા બલિદાનને યાદ કરી જીવન ઝરમર રજૂ કરી હતી. શામળભાઈએ જણાવ્યું કે ડો. શ્યામા પ્રસાદજી એક દેશ ભક્ત અને ગૌરાંન્વિત રાષ્ટ્રવાદી હતા.તેમણે ભારતની એકતા અને  અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. જમ્મુ કાશ્મીરમાં એક દેશ,એક સંવિધાન અને માનદંડને સુનિશ્ચિત કરવા આ અવસરે ડો.શ્યામા પ્રસાદજીને યાદ કરી તેઓ એક આપણા માટે પ્રેરણા પુંજ છે એમ જણાવ્યું હતું.
 જિતપુર હાઇસ્કુલના સભા ખંડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં અન્ય અગેવાનોમાં ભજોના મહામંત્રી એસ.એમ.ખાંટ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને જિલ્લા ભાજપ મિડિયા સેલના ઈનચાર્જ   પ્રભુદાસભાઈ પટેલ,સાબર ડેરી ડિરેકટર અને સહકારી આગેવાન ભિખુસિહ .સી .પરમાર,જિલ્લા અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ દિનેશભાઈ પરમાર,  જિલ્લા સદ્સ્ય કમળાબેન પરમાર, મોડાસા તાલુકા સંગઠન પ્રમુખ ભિખુસિહ હિમતસિંહ પરમાર તાલુકા મહામંત્રી રમેશભાઈ પટેલ ,મહામંત્રી અકિતભાઈ પટેલ, પુર્વ તાલુકા સદ્સ્ય ભુપતસિહ વગેરે સહિત જિલ્લાના કાર્યકરોએ ઉપસ્થિત  રહીને
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે તેમના જીવન મૂલ્યો અને રાષ્ટ્ માટે આપેલ બલિદાનને યાદ કરી તેમને પુષ્પાંજલિ કરી હતી.આ ઉપરાંત આ અવસરે જિલ્લામાં તમામ 1058 બુથમાં  જન્મ જયંતિ ઉજવણીની સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવમાં આવ્યું હતું.

(10:06 pm IST)