Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પંજાબ પાસીંગના ટ્રેલરમાં ચોખાના કટ્ટાની આડમાં લઇ જવાતો 46.54 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ટ્રેલરમાં ખોટી નબરપ્લેટનો ઉપયોગ : ખોડા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટ્રેલરચાલકની અટકાયત

થરાદ પોલીસ સહિતના કર્મચારીઓ દ્રારા બાતમી આધારે ખોડા ચેકપોસ્ટ પર પંજાબથી આવતા એક ટ્રેલરમાં ચોખાના કટ્ટાની આડમાં લઇ જવાતો 46,54,800 લાખનો વિદેશી દારૂ ઝડપી લેવાયો છે આરોપી પંજાબ આરટીઓનંબરનો બનાવટી ઉપયોગ કરી ગુજરાતમાં દારૂનો મોટો લોટ ઉતારવા જતા હતા.

બનાસકાંઠા જીલ્લાની બોર્ડરોથી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લાખોની રકમનો દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. દિવાળી તહેવારને લઇ બુટલેગરોએ એક કે તેથી વધુ સ્થળે દારૂ ઉતારવા ઓર્ડર આપ્યો હતો. આથી પંજાબ પાર્સિંગનો ખોટો ઉપયોગ કરી ખોડા ચેકપોસ્ટ પાસે મોટી સંખ્યામાં દારૂ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આથી બનાસકાંઠા પોલીસે વોચ ગોઠવતા ચોખાના કટ્ટા નંગ 630 જેની કિ.રૂ 7,56,000 થવા જાય તેની આડમાં દારૂ ઝડપાયો હતો.

જાણવા મળતી વિગત મુજબ  ટ્રેલર નંબર PB-11-CJ- 4779માં ખોટી નંબર પ્લેટ નંબર PB-11-CJ- 4311નો ઉપયોગ કર્યો હતો. ચોખાના કટ્ટાની નીચે દારૂ બોટલ નંગ 9156 સંતાડીને લઇ જતા ઝડપાઇ ગયા હતા. બનાસકાંઠા પોલીસે દારૂ કુલ કિમત  46,54,800, મોબાઇલ કિ 500, ટ્રેલર કિ.10,00,000 તેમજ બાસમતી ચોખાના કટ્ટા કિ.7,56,000 મળી કુલ  64,11,300ના મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ દરમ્યાન ટ્રેલરચાલક રૂલધુસિંગ બુટાસીંગ મજબી( ઉ.વ-34 )શીખ( રહે. પંજાબ ) ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:00 pm IST)