Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વિસનગરમાં કાર ચાલકે પીએસઆઇ અને ત્રણ પોલીસકર્મીને અડફેટે લીધા : વિડિઓ વાયરલ

મહેસાણાના વિસનગરમાં ટ્રાફિક પોઈન્ટ પર બેફામ કાર ચાલકે એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે.

 મળતી વિગત મુજબ ગઈકાલે વિસનગરમાં ટ્રાફિક પોઈન્ટ પર પોલીસનો કાફડો ડ્યુટી પર હતો ત્યારે એક બેફામ કાર ચાલકે ટક્કર મારતા ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસને અડફેટે લેતા અકસ્માત સર્જાયા છે.

 

(1:31 pm IST)