Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વિસનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા 3,46 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

જિલ્લામાં દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું

મહેસાણા: વિસનગર માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા કરી 3 લાખથી વધુનો શંકાસ્પદ ઘી નો  જથ્થો જપ્ત કરતા વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે.

  મહેસાણા જિલ્લામાં દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. ગઈ કાલે કડીમાં મીઠાઈની દુકાનોમાં દરોડા પડી સેમ્પલ લીધા હતા.આજે વિસનગરના મે. શુદ્ધ ઘી ભંડાર,બાપુનો ચોરો ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી છે.

ફૂડ સેફ્ટી ઓફિસર વી જે ચૌધરી અને ટીમ દ્વારા ઘી (લુજ) અને શ્રીજી બ્રાન્ડના ના કુલ ૪ નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજે 900 કિલો શંકાસ્પદ ઘી જેની કિંમત અંદાજે 3,46,560નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

(1:17 pm IST)