Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

'નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે' માઈકની સાઈઝ નાની પડતા વાઘાણીની ટકોર

વાઘાણી બોલી ગયા કે નીતિનભાઈ હોય ત્યારે આ મજા આવે.

અમદાવાદ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ  પટેલ પર હળવી રમૂજ કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અમરાઈવાડીમાં પ્રચાર દરમિયાન નીતિનભાઈ  પટેલની મજાક ઉડાવી હતી.

 વાઘાણીની સ્પીચ ચાલુ થતા તેઓ માઇક પાસે પહોંચ્યા હતા. જો કે વાઘાણીને માઈકની સાઈઝ નાની પડી તો વાઘાણી બોલી ગયા કે નીતિનભાઈ હોય ત્યારે આ મજા આવે. જો કે મીડિયાની ઉપસ્થિતી જોઈ વાઘાણી એ તરત જ પાછું વાળુ કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે નીતિનભાઈનું કદ નાનું છે પણ વહીવટમાં મોટા છે.

(11:54 am IST)