Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

૬ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે રાજયમાં કંટ્રોલ રૂમ

ચૂંટણીલક્ષી ફરીયાદ હોય તો ફોન કરો

રાજકોટ તા.૧૮: ભારતના ચૂંટણી પંચ,નવી દિલ્હી દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે તારીખઃ ૨૪-૧૦-૨૦૧૯ સુધી ૬ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણી લક્ષી ફરિયાદો બાબતે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગર, બ્લોક નં.૭, ર જો માળ, સરદારભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે એક રાજય કક્ષાનો કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. આ કન્ટ્રોલરૂમનો ફોન નંબરઃ ૦૭૯-૨૩૨-૫૭૪૯૪ અને ફેકસ નંબરઃ ૦૭૯-૨૩૨-૫૭૦૯૦ છે. આ કન્ટ્રોલરૂમ વિધાનસભાની પેટાચુંટણી સબંધી ફરિયાદો જ સ્વીકારશે. તેમ સંયુકત મુખ્ય ચુંટણી અધિકારી અજય ભટ્ટ જણાવે છે

(11:19 am IST)