Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ખેડા શહેરમાં અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા નવજાત મૃત બાળકીને તરછોડી દેતા અરેરાટી

ખેડા:ગઇકાલે રાત્રે ૯ થી ૯.૩૦ વચ્ચે કોઇ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા ખેડા કુમારશાળાના પાછળના ભાગમાં અવાવરૂ જગ્યાએ તાજી જન્મેલી બાળકીને મૃત અવસ્થામાં તરછોડીને જતી રહી હતી. આ બાબતે સ્થાનિકોને ખબર પડતા તાત્કાલીક ખેડા પોલીસને જાણ કરી હતી. જેથી કરીને પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઇને તે બાળકીને ખેડા સિવિલ લઇ જવામાં આવી હતી. જયા ડોકટરે બાળકીને મૃત જાહેર કર્યું હતું. 

આમ કોઇ સ્ત્રી પોતાનું પાપ છુપાવવા બાળકીને છોડીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે આવી ચઢ્યા હતા અને અજાણી સ્ત્રી વિરૂધ્ધ ફીટકારની લાગણી પ્રગટ કરતા જોવા મળ્યા હતા. 

(5:43 pm IST)