Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

નડિયાદમાં બંધ મકાનમાં આગ ભભુકતા અફડાતફડી: વૃધ્ધાનો આબાદ બચાવ

નડિયાદ: શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ મોટાપોર વિસ્તારના એક મકાનમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઇ હતી. આગ એટલી તો ભયાનક હતી કે જોતજોતામાં સમગ્ર ઘર આગની લપેટમા ંઆવી ગયું હતું. 

સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને ફોન કરાતા નડિયાદ ફાયર બ્રિગેડ તુરંત ઘટના સ્થળ પર પહોચી ગયું હતું. અને પાંચ જેટલી ગાડીઓ ભરી પાણીનો છંટકાવ કરતા આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સ્થાનિક સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ મકાનના મુળ માલિક બહાર રહેતા હોવાથી મકાન ભાડુઆતને આપેલ હતુ. જેમના ઘરમાં એક ઘરડા માજી હતા તે સમયે જ આગ લાગી હતી. ઘટના સમયે બે ભરેલા ગેસના સિલેન્ડર પણ ઘરમા હતા. પરંતુ ફાયર બ્રિગેડના સ્ટાફે સમય સુચકતા વાપરી ગેસના સિલેન્ડર ઘરની બહાર કાઢી નાંખતા મોટી ઘટના બનતા અટકી ગઈ હતી. ઘટનામાં ઘરનો મોટા ભાગનો સામાન બળીને ભષ્મીભુત થઇ ગયો હોવાનું જાણવા મળે છે.

(5:41 pm IST)