Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

માતર તાલુકાના રતનપુરામાં પુત્રીને લગ્ન કરવા મજબુર કરનાર યુવકને ઠપકો આપતા પિતા પર જીવલેણ હુમલો થતા ફરિયાદ

માતર: તાલુકાના રતનપુરમાં પુંજામોતીના બોર સીમમાં પુત્રીને લગ્ન કરવા દબાણ કરનાર યુવકને ઠપકો આપવા ગયેલા પિતા પર ત્રણ વ્યક્તિઓએ ભેગા મળી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે માતર પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. 

મળતી માહિતી મુજબ માતર તાલુકાના રતનપુરમાં પુંજામોતીના બોર સીમમાં નરેન્દ્રભાઈ બુધાભાઈ બારૈયા રહે છે. તેમનાથી થોડે દૂર મનુભાઈ ગોતાભાઈ વાઘેલાનો પરિવાર રહે છે. નરેન્દ્રભાઈ બારૈયાની પુત્રીને મનુભાઈ ગોતાભાઈ વાઘેલાનો પુત્ર હિમાંશુ તુ મારી સાથે લગ્ન કરી લે તેમ કહી લગ્ન માટે દબાણ કરતો હતો. આની જાણ પુત્રીએ તેના પિતા નરેન્દ્રભાઈને કરી હતી. જેથી નરેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલાના ઘરે ઠપકો આપવા ગયાં હતાં. ઠપકો આપીને પરત ઘરે આવ્યાં ત્યારે મનુભાઈ ગોતાભાઈ વાઘેલા, હર્ષદભાઈ મનુભાઈ વાઘેલા અને હિમાંશુ મનુભાઈ વાઘેલા તેમના ઘરે આવ્યાં હતાં. અને તમે ઠપકો આપવા કેમ આવ્યાં કહી ઝઘડો કર્યો હતો અને નરેન્દ્રભાઈ બુધાભાઈ વાઘેલાને માર માર્યો હતો. 

(5:40 pm IST)