Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અમીરગઢમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની સમસ્યા: લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

અમીરગઢ:પંથકમાં ઉનાળાની શરૃઆત થતા જ પાણીના તળો ઉડા જતા કપરા ચડાણ સમાન બની ગયેલ આ સમસ્યાના નિવાકરણ માટે તંત્ર પાસે કોઇ તોડ ન રહેતા જનજીવન પ્રભાવિત થયેલ છે.

બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ ડુગરાળ તથા જંગલ વિસ્તાર ધરાવનાર વિસ્તાર છે. અતિપછાત અને કાગળો ઉપર વિકાશશીલ તાલુકાનું બિરૃદ પામનાર આ વિસ્તારમાં અત્યારના સમયે પાણી માટેની સમસ્યા દિનપ્રતિદિન વધી રહેતા તંત્ર માટે પણ કપરી કસોટી સમાન બની રહેલ છે. અમીરગઢ વિસ્તારમાં કાળમા પણ પીવા માટેના પાણીની સમસ્યા ઓછી ન હતી. જેટલી હદે આ વર્ષે પડી રહી છે. આ વર્ષ વરસાદ નહિવત પ્રમાણમાં વરસતા બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસનદિમાં પાણી એકાદ-બે વાર આવેલ હતુ જે નદિમાં ચોમાસામાં ઘોડાપુર આવતા હતા તે નહિ આ વખતે સુમસામ ઠંડા કાળજે વહી હતી જે નદિમાં ઉનાળામાં પણ પાણી વહેતું જોવા મળતુ હતું. તેમાં શિયાળામાં જ સુકાઇ ગઇ હતી.

(5:39 pm IST)