Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પાલનપુરના દિયોદરમાં મહિલાનું અપહરણ કરનાર પંચાયતના પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો દાખલ

પાલનપુર:દિયોદર પંથકના એક ગામની ત્યક્તા મહિલાનું તેના પૂર્વ પતિ દ્વારા અપહરણ કરાયા બાદ તેને ગોંધી રાખી અન્ય બે શખસો સાથે ને ત્યક્તા ઉપર મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલા પીડિતાએ દિયોદર પોલીસ મથકે પોતાના પૂર્વ પતિ લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

દિયોદર તાલુકાના દેલવાડા ગામની એક યુવતીના પાંચ વર્ષ અગાઉ કુવાતા ગામે અલ્પેશકુમાર રૃપરામ જોષી નામના યુવક સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. બાદમાં તેના પતિની ચાલચલગત સારી ન હોય તેને અગાઉ છુટાછેડા લીધા હતા અને પોતાના પિયરમાં રહેતી હતી ત્યારે આ યુવતી ગત તા. ૧૩-૮-૧૮ના વહેલી પરોઢે ભેંસો દોવા માટે ખેતરમાં જતી હતી ત્યારે યુવતીનો પૂર્વ પતિ અલ્પેશ રૃપરામ જોષી બાઈક લઈને રસ્તા વચ્ચે ઉભો હતો. જ્યાં યુવતીને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી મહેસાણા લઈ જઈ ત્યાં મહેશ દવે, રહે. જશરા, તા. લાખણી, હેમજીભાઈ કાળુભાઈ બ્રાહ્મણ, રહે. ભડવેલ, તા. વાવ, અલ્પેશ રૃપરામ જોષીએ ત્યક્તાની મરજી વિરુધ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને અન્ય બે વ્યક્તિ મહિલાના ગળામાં પહેરેલ સોનાની રામનામી અને કડલા લૂંટી લીધા હતા.

(5:38 pm IST)