Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અમદાવાદ: ગુજરાત યુનિવર્સીટીની હોસ્ટેલમાંથી મોબાઈલ સહીત રોકડની ચોરી થતા તપાસ શરૂ

અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ અને મેસમાંથી મોબાઈલ અને રોકડ રૃપિયાની ચોરી થયાની ફરિયાદ સામે આવી છે. માત્ર મોબાઈલ અને રોકડ રૃપિયા જ નહી પરંતુ નવા બનાવાયેલા ૧૧ માળના બિલ્ડીંગમાં બાથરૃમોમાં લાગેલા મોંઘા નળની પણ ચોરી થઈ છે.અંદાજે ૪૦ હજાર રૃપિયાના નળ  ચોરાઈ ગયા છે.

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિને આજે એનએસયુઆઈ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામા આવી છે.જેમાં રજૂઆત કરાઈ છે કે યુનિ.માં બોયઝ હોસ્ટેલના સી બ્લોકની મેસમાંથી ૪થી૫ હજાર રૃપિયાની રોકડ રકમ તથા મોબાઈલ ચોરાયા છે. આ ઉપરાંત સી બ્લોકની બાજુમાં બનેલી નવી ૧૧ માળની ઈમારતમાંથી ૪૦ હજારની કિંમતના નળ પણ ચોરાઈ ગયા છે.યુનિ.માં પુરતા સીક્યુરિટી ગાર્ડ જ ન હોવાને લીધે ચોરીઓ થઈ રહી છે.

(5:35 pm IST)