Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કમરતોડ ફી મામલે સુરતમાં ફરી વાલીઓનો વિરોધ, સ્કૂલો મનમાની ચલાવી ફી વસુલતા હોવાનો આરોપ

મોટી સંખ્યામાં વાલીઓ એફઆરસીની ઓફિસે પહોંચ્યા:શાળા સંચાલકો સામે રજૂઆત કરી

 

સુરત: કમરતોડ ફી મામલે સુરતમાં ફરીવાર વાલીઓએ વિરોધ કર્યો છે ફી નિયમનને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ અપાયા છતાં સ્કુલ તરફથી મનમાની કરવામાં આવતા સુરતમાં ફરી એકવાર વાલીઓ મેદાનમા ઉતર્યા છે. એફઆરસી દ્વારા ફી નક્કી કરી હોવા છતાં સ્કુલના સંચાલકો પોતાની મનમાની ચલાવી ફી વસૂલી રહ્યા છે

   આજે મોટી સંખ્યામા વાલીઓ મજુરાગેટ સ્થિત એફઆરસીની ઓફિસે પહોંચ્યા હતાં. હાલમાં સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે, ફી નિયમન કમિટી જે ફી નક્કી કરશે તે ફી સ્કૂલોએ લેવી પડશે, સાથે જે બાળકોને ફીના મુદ્દે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યા છે, તેમને પાછા સ્કુલમાં લેવામાં આવે.

(12:42 am IST)