Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

બીએસએની ટ્રેનિગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટ એટેકથી મોત

જવાન પોતાનાં વતન મકડાલા આવ્યો હતો:રાહુલ ચૌધરીનું અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા મોત :દિયોદરનાં મકડાલા ગામમાં જવાનના મોતથી શોક

અમદાવાદ : બીએસએની ટ્રેનિગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ટ્રેનિગ પૂર્ણ કરીને જવાન પોતાનાં વતન મકડાલા આવ્યો હતો. રાહુલ ચૌધરી નામનો જવાન અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા જવાનનું મોત નિપજ્યું હતું.  દિયોદરનાં મકડાલા ગામમાં જવાનના મોતથી શોક વ્યાપી ગયો હતો.  ત્યારે રાહુલ ચૌધરીનું પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો. રાહુલ ચૌધરીનાં પાર્થિવ દેહને મકડાલા ગામે લવાયો હતો. બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. 

 

(10:38 pm IST)