Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ 9 કરોડ જેટલા ભૂતિયા લોકોના નામ કમી કરવામાં આવ્યા :રાજકોટમાં પીએમ મોદી

ઘરમાં ચોર હોય તો ઘર ક્યારેય સરખુ ન ચાલે તેમ દેશમાં ચોર હોય તો દેશનું ક્યારેય ભલુ ન થાય, આ ચોરોને ખુલ્લા પાડવાનુ કામ કર્યુ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની ધરતી પરથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા . પીએમએ કહ્યુ કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતની વસ્તી જેટલા ભૂતિયા લોકો સરકારી સહાયનો ગેરલાભ લેતા હતા. કાકા મામાના, સગા વ્હાલાના નામે દરેક યોજનાના લાભો ચડી હતી. જેના કારણે સાચા વંચિતો સુધી સરકારી મદદ પહોંચી નહોંતી શક્તી. વચેટિયાઓ જ બધો લાભ ખાઈ જતા હતા. ભાજપની સરકાર બન્યા બાદ આવા 9 કરોડ જેટલા ભૂતિયા લોકોના નામ કમી કરવામાં આવ્યા. કોંગ્રેસના સમયમાં 4 કરોડ કરતા વધારે ફર્જી રાશન કાર્ડ હતા. રાશન કાર્ડના નામે દેશના પૈસા બર્બાદ થતા હતા. 4 કરોડ ગેસ કનેક્શન હતા.

  ઘરમાં ચોર હોય તો ઘર ક્યારેય સરખુ ન ચાલે તેમ દેશમાં ચોર હોય તો દેશનું ક્યારેય ભલુ ન થાય, આ ચોરોને ખુલ્લા પાડવાનુ કામ કર્યુ છે. દેશના ટેક્સપેયરના  રૂપિયા ચોરી થતા બચાવ્યા છે. એટલે જનતા જનાર્દન ભાજપ પર ભરોસો છે. કોંગ્રેસના સમયમાં જનતા પર ભરોસો જ ન હતો.  મે દિલ્હીમાં આવીને નિયમ બનાવ્યો કે કોઈએ એટેસ્ટ કરાવવાની જરૂર નથી. અમે વર્ગ ત્રણ અને ચારની નોકરીમાં ઈન્ટરવ્યુ જ બંધ કરાવી દીધા.

 

(8:55 pm IST)