Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કોંગ્રેસે શહેર અને ગામડા વચ્ચે ખાઇ વધારી :ભાજપે ગામડુ અને શહેરને સાથે રાખીને કામ કર્યુ: પાલીતાણામાં વડાપ્રધાન મોદી

ભાવનગરમાં અઢી લાખ ખેડૂતોના ખીસ્સામાં 510 કરોડ રૂપિયા પી.એમ કિશાન યોજનાથી મળ્યા છે

અમદાવાદ : ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગઇ કાલે ભરૂચના નત્રંગ, ખેડા અને સુરતમાં જંગી સભા સંબોધ્યા બાદ સુરતમાં રાત્રી રોકાણ કર્યુ હતુ. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચાર સભાને સંબોધન કરશે જેમાં પહેલી સભાને સંબોધન કરવા પાલીતાણા પહોંચ્યા હતા. ત્યારબાદ કચ્છના અંજાર ત્યારબાદ જામનગર અને પછી સાંજે રાજકોટમાં સભાને સંબોધન કરશે.

 

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે આજે પાલીતાણાએ રંગ રાખ્યો લાગે છે. ગઇ કાલે સુરતમાં સભા હતી. ત્યાં આખુ સુરત રસ્તા પર ઉતરી આવ્યુ હતુ. આખા જનસાગરની વચ્ચે મારો નાનકડો કોન્વે પસાર થયો હતો. મારા માટે હદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો હતો.આજે પાલિતાણામાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ ચૂંટણી, આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને, આપણું ગુજરાત સમૃદ્ધ બને અને આપણું ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની ચૂંટણી છે.આઝાદીના 100 વર્ષ થાય એટલે હિન્દુસ્તાનને અહી પહોંચાડવાનુ જ.એટલે જ્યાં જાવ ત્યાં એક જ અવાજ...ફીર એક બાર....-લોકોના મનમાં ભાજપ સરકાર લાવવાનુ મન એટલા માટે થાય છે કે વડીલોને ખબર છે પહેલા દેશને વેર વિખેર કરવાના પ્રયાસ થતા હતા.એક મારા મહારાજી કૃષ્ણકુમાર સિંહ, મારા ગોહિલવાડ એણે દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે આ રાજપાટ, મા ભારતીના ચરણોમાં સમર્પિત કરી દીધું.રાષ્ટ્ર માટે આવડો મોટા ત્યાગની ભાવનગરે શરૂઆત કરી, આ ગોહિલવાડની ધરતીને સલામ ,ભાવનગરના મહારાજાએ દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે રાજપાટ સમર્પિત કરી દીધું

-સરદાર વલ્લભભાઇ પટેલે દેશને એક કરવાનું બીડું ઉઠાવ્યું, રાજા-મહારાજાઓએ સ્પોર્ટ કર્યો

-દેશની એકતા માટે સરદાર સાહેબનુ યોગદાન હતુ તેમ દેશની એકતા માટે રાજા રજવાડાનું પણ યોગદાન હતુ. આવનારી પેઢીને ખબર પડે છે એટલા માટે જ્યાં સરદાર પટેલનું સ્ટેચ્યૂ છે, ત્યાં જ રાજવી પરિવારનું મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું છે.

 સામૂહિક શક્તિ મળે ત્યારે કેવુ પરિણામ મળતુ હોય છે, પાણીની યોજનાની વાત કરીએ તો નર્મદાનું, સુજલામ-સૂફલામ યોજના.જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યુ, 40-40 વર્ષથી નર્મદાને રોકી રાખી તેવા લોકો આજે પદ યાત્રા કરી રહ્યા છે.-તમે જ મને કહો આવા લોકો ચલાય ખરુ ? ફોટો પણ પડાવાય ખરો ? તમે અમને પાણીથી તરસ્યા રાખ્યા છે એટલે અમે તમને સજા કરીશુ.એટલે કોંગ્રેસને સજા કરવી જોઇએ કોંગ્રેસની સરકારમાં ગુજરાત અસુરક્ષિત હતું

પહેલાં ગુજરાતમાં આંતરે દિવસે બોમ્બ ધડાકા થતા, છેલ્લા 20 વર્ષથી આ દુકાનો બંધ થઇ ગઇ

આ કારણે જ કોંગ્રેસની વિદાય ગુજરાતમાંથી થઇ-જો કોગ્રેસને ગુજરાતનો હિસ્સો બનવું હશે તો, જાતિવાત છોડવો પડશે, રંગ બદલવાનું છોડવું પડશે ગુજરાતમાં તો એક લાખો વણઝારો વાવ ખોદે તો પણ તરસ છીપી જાય ગુજરાતમાં 13 લાખથી વધુ ખેડૂતો ટપક સિંચાઇથી ખેતી કરીને પાણી બચાવે છે ખેડૂતોને વીજળી જોઇએ પણ બિલ મોંઘું પડે, હવે આપણે ખેતરે ખેતરે સોલાર પ્લાન્ટનું આયોજન કરી રહ્યા છીએ આપણો મંત્ર છે શાંતિ, એકતા અને સદભાવના અને આજે ગુજરાત પ્રગતિ કરે છે એના મૂળમાં આપણા ત્યાં એકતા છે. આ ગુજરાતમાં ગામડું હોય કે શહેર, એકતાનું વાતાવરણ હોય એ આજે ગુજરાતનો સ્વભાવ બની ગયો છે. દેશમાં 85 ટકા ખેડૂતો ના છે, પણ તોય તેમને લાભ મળે છે મોદી તમારા વચ્ચે મોટો થયો એને નાના ખેડૂતની ચિંતા થઇ તો, પી.એમ કિશાન યોજના લઇ આવ્યો ભાવનગરમાં અઢી લાખ ખેડૂતોના ખીસ્સામાં 510 કરોડ રૂપિયા પી.એમ કિશાન યોજનાથી મળ્યા છે

ખેડૂતોનું ભારણ કઇ રીતે ઘટે તેના માટે અમે કામ કરી રહ્યા છીએ.ધરતી માતા ઉપર કેમીકલ ઓછુ ઠલવાય તેના માટે અમે કામ કરી રહ્યા છીએ.આપણા દેશને ખાતરની અછત છે, બહારથી લાવવું પડે છે દુનિયાભરમાં ખાતર મોંઘુ થયું છે, પણ અમે સસ્તુ આપીએ છીએ સરકારને ખાતરની થેલી 2000માં પડે છે અમે ખેડૂતને 270 રૂપિયામાં આપીએ છીએ હવે નેનો યુરિયા લાવ્યા છીએ, યુરિયાની એક થેલી બરાબર નેનો યુરિયાની એક બોટલ એક સમયે લોકો મને કહેતા કે નરેન્દ્રભાઇ સાંજે વાળુ કરતી વેળાએ વીજળી મળે એવું કરો

મે કહ્યું હું 24 કલાક આપીશ, તો કોંગ્રેસીયા મારી મજાક ઉડાવતા હતા કે આ કોઇ દિવસ સરપંચ પણ નથી થયો અને સી.એમ થઇને વીજળી કેમની આપશે આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને ગુજરાતને અંધકારમાંથી બહાર લાવ્યા, આ ભાજપથી જ થાય કોંગ્રેસથી નહીં રોરોફેરીથી ટુરિઝમને ફાયદો થયો, દેશનો કોઇ જૈન પરિવાન ન હોય જે પાલીતાણા ન આવ્યો હોય-આ દેશનો કોઇ જૈન પરિવાર એવો ન હોય કે તેને પાલિતાણા દર્શન કરવા આવવાની ઇચ્છા ન હોય-જેમ લોકો સ્ટેચ્યુઓફ યુનિટી જોવા દુનિયાભરના લોકો આવે છે તેમ લોથલમાં મ્યુઝીયમ જોવા લોકો આવવાનાં છે.

-કોંગ્રેસે શહેર અને ગામડા વચ્ચે ખાઇ વધતી જાય તેવું જ કામ કર્યુ ,ભાજપે ગામડુ અને શહેરને સાથે રાખીને કામ કર્યુ છે.કોંગ્રેસની સરકાર હતી ત્યારે 60 ગ્રામ પંચાયતમાં ઓપ્લીકલ ફાઇબર નાખ્યો હતો. અમારી સરકાર આવી એટલે 8 વર્ષમાં 3 લાખ ગ્રામ પંચાયતમાં ઓપ્લીકલ ફાઇબર નાખી દીધું ભાવનગરમાં દુનિયાનું પહેલુ સીએનજી ટર્નીમલ બની રહ્યુ છે.વિકાસની એટલી વાતો છે કે અહીં બેઠેલા જુવાનીયાના ભવિષ્યની ગેરંટી લઇને અમે આવ્યા છીએ.આ માટે ભાજપની સરકાર તો બનવાની જે છે. અમે નહીં તમે જ સરકાર બનાવવાના છો.

વિજયની ગંગામાં આપણે પણ પુણ્ય લેવાનું છે.એક પણ વિધાનસભા બેઠક એવી ન હોય કે જેમાં કમળ પાછુ ન રહી જાયએના માટે વધુમાંવધુ મતદાન થાય તેવુ કરજો ?વધુમાં વધુ કમળ ખિલે તેવુ કામ કરશો ?-હવે મારુ એક અંગત કામ કરશો ?-મારા વતી ઘરે-ઘરે જઇને મારો એક સંદેશ પહોંચાડશો..કે આપણા નરેન્દ્રભાઇ પાલિતાણા આવ્યા હતા. વડીલોને પ્રણામ પાઠવ્યા છે. તેમના આર્શીવાદથી મને દેશની સેવા કરવાની તાકાત મળશે.

 

(7:53 pm IST)