Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાજપે ગુજરાતના શહેરો,સારા હાઇવે જોડવાનું અભિયાન ચલાવ્યું છે :જામનગર- કાલાવડ રોડમાં ચોર લેડની સ્વીકૃતિ: પીએમ મોદી

જામનગરમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ ટુરિસ્ટ માટે મોટામાં મોટું આકર્ષણ બનવાની દિશામાં આપણે કદમ માંડ્યું:

અમદાવાદ :વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગઇ કાલે ભરૂચના નત્રંગ, ખેડા અને સુરતમાં જંગી સભા સંબોધ્યા બાદ સુરતમાં રાત્રી રોકાણ કર્યુ હતુ. જ્યારે પણ વડાપ્રધાન  મોદી ગુજરાતમાં ચાર સભાને સંબોધન કરશે જેમાં પહેલી સભા પાલીતાણામાં સંબોધી હતી. બાદમાં તેઓ કચ્છના અંજારમાં પહોંચ્યા હતા. ત્યારબાદ જામનગર આવી પહોંચ્યા હતા અને મોડી સાંજે રાજકોટમાં સભાને સંબોધન કરશે.

જામનગરમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન  મોદીએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં અનેક જગ્યાએ જવાનો મોકો મળ્યો .લોકો મને કહેતા કે ગુજરાતની જનતાની ગેરંટી છે પરંતુ તમે શા માટે આટલી મહેનત કરો છો ત્યારે મેં કહ્યુ હતુ હુ મારુ કર્તવ્ય નિભાવુ છુ અને આર્શીવાદ લેવા આવુ છુ.

આ ચૂંટણી ન નરેન્દ્ર કે ન ભૂપેન્દ્ર પરંતુ ગુજરાતની જનતા લડી રહી છે.ચારે તરફ એક જ મંત્ર છે ફીર એક બાર..લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ, આપણે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ એવી ભવ્ય અને મજબૂત બનાવી રહ્યાં છે જેના કારણે લક્ષ્મીજીને આપણા ત્યાં જ આવવાનું મન થાય.ગુજરાતમાં સમૃદ્ધિ લાવવી હોય તો રોડ-રસ્તા આ બધુ વ્યવસ્થિત રાખવુ પડે, ભાજપે ગુજરાતના શહેરો,સારા હાઇવે જોડવાનું એક અભિયાન ચલાવ્યું છે,જે ક્ષેત્રમાં આવવા જવાની સમસ્યા હોય ત્યાં અલગ-અલગ પથ અપનાવ્યો છે.જામનગર- કાલાવડ રોડમાં ચોર લેડની સ્વીકૃતિ થઇ ચૂકી છે.દુનિયાને ભારત જોવુ છે અને સમજવુ છે.ગુજરાતને એટલુ ચેતનવંતુ બનાવીએ કે દુનિયાભરના ટૂરિસ્ટ અહીં આવે.

-પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ ટુરિસ્ટ માટે મોટામાં મોટું આકર્ષણ બનવાની દિશામાં આપણે કદમ માંડ્યું છે' આજે આખી દુનિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લાઇનમાં લાગી છે.આ ચૂંટણીમાં આપણે 5 વર્ષનો નહીં 25 વર્ષનો નિર્ણય કરવાનો છે.100 વર્ષે અમૃતકાળમાં આપણુ ગુજરાત અને ભારત વિકસીત થાય એ માટે આપણે કામ કરવાનું છે. મારા જામનગરની બાંધણી હોય કે બ્રાસપાટ હોય, મે એક સ્વપ્ન જોવુ હતુ કે મોરબી, જામનગર અને રાજકોટ આ એવો ત્રિકોણ છે કે જે જાપાનની બરાબરી કરે એટલી પ્રગતિ કરવાનો છે ,હવે ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે એક સમય હતો જ્યારે ગુજરાતમાં સાયકલ બનતી ન હતી. આજે ગુજરાતમાં હવાઇ જહાજ બનવાનુ છે.જામનગર પીનથી લઇને જહાજ માટે સ્પેરપાર્ટ બનાવે છે.યુવા શક્તિને શિક્ષણ મળે તેના પર અમારુ ફોકસ છે.પહેલી વખત શાળાની અંદર ખેલકૂદને આગળ વધાર્યુ છે.ગરીબનું બાળક ડોક્ટર બનવાનુ સપનુ જોવે પરંતુ ભાષા આડી આવે.આપણે નક્કી કર્યુ કે માતૃભાષામાં શિક્ષણ આપવાનું.આ દેશમાં મેડીકલ અને એન્જીનિયરિંગમાં પણ ગુજરાતીમાં શિક્ષણ મેળવી શકે કોંગ્રેસના સમયમાં 2Gના ગોટાળા થયા .આજે કોંગ્રેસની સરકાર હોત તો 4-5 હજારનું બીલ આવતુ હોત.આજે મોબાઇલ ડેટા સસ્તુ કરવાનું કામ આપણે કર્યુ છે. કોરોનાકાળમાં રેલવે સ્ટેશનનું વાઇફાઇ મફત કરવાનું વિચાર્યુ-ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કઇ રીતે થાય તે કરી બતાવ્યું-5Gની પણ તૈયારી ચાલી રહી છે. જિલ્લા મથક સુધી પહોંચી ગયુ છે જેનો સૌથી મોટો લાભ યુવા વર્ગને થશે.- મોબાઈલ ફોન ગરીબને એમ્પાવર કરવાનું સાધન બની ગયો-જામનગર ટ્રેડિશ્નલ મેડીસીનની દુનિયામાં મોટુ કેન્દ્ર બનવાનું છે તેનો પાયો અમે નાખી દીધો છે

 પીએમ મોદીએ કહ્યું દુનિયામાં 40 ટકા ડિજિટલ પેમેન્ટ એકલા હિન્દુસ્તાનમાં થાય છે, વોટની રાજનિતી માટે કોંગ્રેસ સેનાના હાથ બાંધી રાખતી,આંતક સામે આ રીતે ન લડી શકાય,આંતક સામે આંખ સામે આંખ રાખીને લડવુ પડે.-હિન્દુસ્તાનમાં અનેક રાજ્ય એવા છે કે એક વખત કોંગ્રેસ ગઇ પછી ફરી પેસવા જ નથી દીધી.સૌની યોજના જાહેર કરી ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા.પહેલા પાણી માટે આંખમાં પાણી આવી જતા હતા. આજે આંખ સામે પાણી દેખાય છે.કાઠિયાવાડને પાણીદાર બનાવવાનું કામ અમે કર્યુ છે. આજે જામનગરમાં આટલી મોટી વિશાળ સભામાં આર્શીવાદ માટે આવ્યા ત્યારે મારી અપેક્ષા પૂરી કરશો? મોબાઇલની ફ્લેસ ચાલુ કરો..દરેક પોલીંગ બુથમાં વધુમાં વધુ મત કરશો?ભાજપને જીતાડશો ?જામનગર જિલ્લાની બધી બેઠક પર કમળ ખિલવશો?દરેકની ઘરે જઇને કહેજો આપણા નરેન્દ્રભાઇ જામનગર આવ્યા હતા અને તમને સૌને પ્રણામ પાઠવ્યા છે.વડીલના આર્શીવાદ મને કામ કરવાની ઉર્જા આપે છે.

 

(7:22 pm IST)