Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વિરમગામ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ સંમેલનને અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સંબોધિત કર્યું

વેપારીઓ અને શ્રમિકોની લેવામાં આવશે દરકાર, વિરમગામ જીઆઇડીસીને મળશે તેમના પૂરા હક, ભાજપને મળ્યા જન આશીર્વાદ, ભરોસાની ભાજપ સરકાર, ખીલશે કમળ અને જીતશે વિરમગામ : હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ જીઆઇડીસી ખાતે વેપારી અને શ્રમિકોનું સ્નેહમિલન યોજાયું. આજના કાર્યક્રમમાં આસામ રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા ઉપસ્થિત રહ્યા હતા. જીઆઇડીસીમાં નોકરી કરતા 16 થી 59 વર્ષના કામદારો ઈશ્રમ કાર્ડ કઢાવી શકે છે.જેમાં આકસ્મિક મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય,આંશિક અપંગતાના કિસ્સામાં રૂપિયા 1 લાખની સહાય મળવાપાત્ર છે. નરેન્દ્રભાઈ - ભુપેન્દ્રભાઈ ની ભાજપ સરકાર કામદારોની લઈ રહી છે દરકાર. ભવિષ્યમાં ઈ-શ્રમ કાઢવા માટેની તમામ વ્યવસ્થા વિરમગામ જીઆઇડીસી ખાતે કરવામાં આવશે. હાંસલપુર જીઆઇડીસીમાં કામ કરતા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 5 રૂપિયામાં ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ અને આ યોજનાનો વિરમગામ ખાતે લાભ શરૂ થયા પછી શ્રમિકો 5 રૂપિયામાં ભોજન મેળવી શકશે. તેમ વિરમગામ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલે જણાવ્યું હતું.

 

(7:04 pm IST)