Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વડોદરા:વિધવા મહિલા પાસેથી 6.47 લાખ પડાવનાર નાઈજિરિયન ગેંગના બે આરોપીની ધરપકડ

વડોદરા: વડોદરામાં યુવાનવયે વિધવા બનેલી મહિલા સાથે સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ કર્યા બાદ વડોદરામાં સ્થાયી થવાના નામે રૃ.૮૫ લાખનું પાર્સલ છોડાવવા માટે મહિલા પાસે રૃ.૬.૪૭ લાખ પડાવવાના  બનાવમાં સાયબર સેલે નાઇજિરિયન ગેંગના  બે સાગરીતોને દિલ્હીથી ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા.રિમાન્ડ પૂરા થતા બંનેને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

છાણી નજીકની ૩૫ વર્ષની મહિલાના પતિનું બીમારીને કારણે અવસાન થયું હતું.સોશિયલ મીડિયા પર એલેક્સ નામના ઠગના સંપર્કમાં આવેલી મહિલાને એલેક્સે કહ્યું હતું કે,હું  શિપમાં નોકરી કરૃછું અને મારો પુત્ર યુકેમાં દાદી સાથે રહેછે.મારી પત્ની પણ એક્સિડન્ટમાં ગુજરી ગઇ છે. અને મારે વડોદરામાં બંગલો અને કાર ખરીદવા છે.જેથી રૃ.૮૦લાખ અને પાંચ લાખની ગિફ્ટનું પાર્સલ છોડાવવા ઝરીનાનો ફોન આવશે.

તા.૪ એપ્રિલે ઝરીનાએ ફોન કરી મહિલા પાસે પાર્સલ છોડાવવા રૃ.૮૫ હજાર ભરાવ્યા હતા.ત્યારબાદ તેણે કસ્ટમ ઓફિસરની ઓળખાણ આપી આરોપી સાથે વાત કરાવી કસ્ટમના ચાર્જના નામે રૃ.૧.૮૦ લાખ અને ત્યારપછી પણ વધુને વધુ રૃપિયા માંગ્યા હતા.મહિલાએ કુલ રૃ.૬.૪૭ લાખ જમા કરાવ્યા હતા.પરંતુ ત્યારપછી પણ એલેક્સ તેમજ ભીમસિંગે વધુ રૃપિયા જમા કરાવવા કહેતાં મહિલાને શંકા પડી હતી અને સાયબર સેલને જાણ કરી હતી. બંને ઠગ રોલિન્ગ્સ પીટર ઓશોર અને યાઓ કોફી થીઓફિલ (બંને રહે.નાઇજિરિયા)ને લોકેશનના આધારે ઝડપી પાડી ત્રણ દિવસના  રિમાન્ડ પર લીધા હતા.આજે રિમાન્ડ પૂરા થતા બંને ઠગને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

(6:02 pm IST)