Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વડોદરાના વાઘોડિયા તાલુકામાં નોકરી પરથી ઘરે જતા દંપતીને અકસ્માત નડતા પતિનું મૃત્યુ

વડોદરા: વાઘોડિયા તાલુકાના મહાદેપુરા ગામમાં રહેતા જીતેન્દ્ર ઘનશ્યામભાઈ વસાવા ઉમર વર્ષ 35 અને તેમના પત્ની રંજનબેન ઉંમર વર્ષ 32 બંને વાઘોડિયા જીઆઇડીસીની કંપનીમાં સાથે નોકરી કરતા હતા તારીખ 25 ના રોજ બંને પતિ પત્ની નોકરી પરથી છૂટીને બાઈક પર ઘેર જતા હતા ત્યારે માડોધરથી ગોરજની વચ્ચે પુરપાટ ઝડપે સામેથી આવતી અન્ય બાઇક સાથે અકસ્માત થતા સંપત્તિ સહિત ત્રણને ઇજા થઈ હતી પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન પતિનું મોત નિપજ્યું હતું જ્યારે પત્ની સારવાર હેઠળ છે.

(6:00 pm IST)