Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં કાર પાર્કથી કંટાળેલ દુકાનદારે કારનો કાચ તોડી નાખ્યો

વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતો મોહમ્મદસલીમ દોલા ટાયરની દુકાન ધરાવે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજે હું મારી કાર લઈ ખાસવાડી સ્મશાન નજીક નમાજ પઢવા ગયો હતો. નમાજ પઢી બહાર આવતા કારનો કાચ તૂટેલો હતો. જેથી તેમણે કાર પાર્ક સ્થળે ફેબ્રિકેશનની દુકાન ધરાવતા શકીલઅહેમદ સૈયદને કાચ કોણે તોડ્યો તે બાબતે પૂછતા તે ઉશ્કેરાયો હતો. અને મારા ગેરેજ સામે કાર કેમ પાર્ક કરી હતી તેમ કહી અપ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કારેલીબાગ પોલીસે ફરિયાદના આધારે શકીલ અહેમદ વિરુદ્ધ નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)