Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સુરત:શેરબજારમાં નુકશાન જતા યુવાન સહીત ત્રણ અન્ય શખ્સોએ આત્મહત્યા કરતા અરેરાટી મચી જવા પામી

સુરત:   સુરતમાં ત્રણ વ્યક્તિએ આપઘાત કરી લીધા હતા. પાંડેસરામા શેરબજારમાં નુકસાન જાતા ટેન્શનમાં આવી યુવાન, પાંડેસરામાં કોઈ કારણસર ટેન્શનમાં યુવાને અને વરાછામાં નાણાંકીય તકલીફ હોવાથી યુવાને આત્મહત્યા કરી હતી. પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટીમાં રહેતો ૨૩ વર્ષનો દીપક રામબહાદુર શાહુએ શનિવારે સાંજે ઘરમાં છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. દિપકના પરિવારને સભ્યોએ જણાવ્યું કે, દિપક અગાઉ માર્કેટમાં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો. પણ કોરોનામાં કામ છુટી ગયું હતુ. ત્યારબાદ તેણે પરિચિત વ્યક્તિ પાસેથી પૈસા લાવી શેરબજારમાં રોકાણ કર્યું હતુ. પણ શેરબજારમાં નુકસાન થયું હોવાથી સતત ટેન્શનમાં રહેતો હતો. લેણદારો તેની પાસે પૈસા માંગતા હતા. જેથી તે વધુ તાણ અનુભવતો હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તે મુળ ઉત્તરપ્રદેશના બાંદાનો વતની હતો. બે બહેનનો લાડકવાયો ભાઈ હતો.તેના પિતા કરીયાણાની દુકાન ચલાવે છે. બીજા બનાવમાં વરાછા માતાવાડી ખાતે કમલપાર્ક સોસાયટીમાં રહેતો ૨૯ વર્ષના ભરત વાલાભાઇ મકવાણાએ શનિવારે સાંજે ઘરમાં લોખંડના પાઇપ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યું કે, ભરત મુળ ગીર ગઢડાનો વતની હતો. તે ૨૫ દિવસ પહેલા રોજીરોટીમ માટે સુરત આવ્યો હતો. અને ઘરની બાજુમાં સાડી પર સ્ટોન ચોંટાવવાનું કામ કરતો હતો. તે માવો ખાવા જવાનું કહીને ઘરે આવ્યો હતો. બાદમાં નાણાંકીય તકલીફમાં આ પગલુંભર્યું હોવાની શક્યતા છે. તેને બે સંતાન છે.ત્રીજા બનાવમાં પાંડેસરામાં સત્યનારાયણ નગરમાં રહેતો ૧૮ વર્ષનો હિમાંશુ દિનેશકુમાર વર્માએ શનિવારે મોડી રાત્રિ દરમિયાન કોઇ કારણસર ટેન્શન હોવાથી ઘરમાં લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. તે મુળ ઉતરપ્રદેશના ઉનાવનો વતની હતો. તેને એક ભાઇ અને એક બહેન છે. તે સંચાખાતામાં કામ કરતો હતો. તેના પિતા ડાંઇગ ખાતામાં કામ કરે છે. 

(6:00 pm IST)