Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં સાડીના વેપાર કરતા બે વેપારી પાસેથી બાકી પેમેન્ટ ન ચુકવનાર સાળા-બનેવીની ધરપકડ

સુરત: સુરતના રીંગરોડ સાંઈખાટી ટેક્ષટાઈલ હાઉસમાં સાડીનો વેપાર કરતા વેપારી પાસેથી કાનપુરના દલાલે અન્ય દલાલ સાથે મળી પોતાના બનેવીને માલ મોકલાવી બાકી પેમેન્ટ રૂ.21.65 લાખ નહીં ચુકવતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધ્યાના સવા મહિના બાદ દલાલ સાળા અને વેપારી બનેવીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ સાંઈખાટી ટેક્ષટાઈલ હાઉસમાં નિષ્ઠા એન્ટરપ્રાઈઝના નામે સાડીનો વેપાર કરતા શિવશંકર શ્રીગોપાલ પ્રહલાદકાની દુકાનમાં વિકાસભાઇ મુરલીધર વર્મા ( ઉ.વ.34, રહે.ઘર નં.એફ/402, પ્રતિક્ષા રેસીડેન્સી, કુંભારીયા ગામ, સુરત ) મેનેજર તરીકે નોકરી કરે છે.માર્ચ 2021 માં વિકાસભાઈ અને વેપારી શિવશંકર પ્રહલાદકા દુકાને હાજર હતા ત્યારે સંદીપ મિશ્રા અને ગોપાલ મિશ્રા તેમની દુકાને આવ્યા હતા.બંનેએ તેઓ કાનપુરમાં શ્રી બીહારીજી એજન્સીના નામે દલાલીનું કામ કરતા હોવાનું જણાવી સુરતના ઘણા વેપારીઓ સાથે વેપાર કરી સમયસર પેમેન્ટ કરીએ છીએ તેમ પણ કહ્યું હતું.આથી વેપારી શિવશંકર પ્રહલાદકાએ તેમના કહ્યા મુજબ કાનપુરમાં અંજુ સીંથેટીકના નામે સાડીનો વેપાર કરતા અનુરાગ ત્રીવેદીને 7 એપ્રિલથી 21 ઓક્ટોબર 2021 દરમિયાન કુલ રૂ.33,35,137 ની સાડી મોકલી હતી.

(5:59 pm IST)