Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મોટા પાયે મતદાન કરવા સુરતમાં સંખ્‍યાબંધ યુવાનો વચને બંધાયા

ક્રિકેટ જેટલો જ રસ મતદાનમાં દાખવો, તેવી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની હૃદય સ્‍પર્શી અપીલનો પડઘો : સ્‍કેટાથોનના ભવ્‍ય આયોજન દ્વારા ‘નો ડ્રગ્‍સ ઇન સુરત' તથા સલામત સુરત અભિયાનમાં પોતાના સંતાનોને શપથ લેતા જોઇ વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવ્‍યા

રાજકોટ તા.૨૮: કાલ સાંજથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ અર્થાત જાહેરસભાઓ અને રેલીઓ બંધ થાય છે ત્‍યારે લોક ઉપયોગી કાર્યો કરવામાં હંમેશ અવ્‍વલ રહેતા સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા યુવાનોમાં અને નવા નોંધાયેલ મતદાન માટે હકદાર બનેલ યુવાનોમાં મતદાન પ્રત્‍યે જાગૃતિ કેળવાય તે સંદર્ભે સ્‍કેટા થોનનું ભવ્‍ય આયોજન કરેલ જેમાં યુવાનો જેને પોતાના આદર્શ માને છે તેવા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમારના ઈન્‍વિટેશન સંદર્ભે બોહળી સંખ્‍યામાં ઉમટી પડયા હતા.

વિજેતાઓને ઇનામ અર્પણ કરવાના કાયક્રમ પ્રસંગે અજયકુમાર તોમરે હૃદયસ્‍પર્શી અપીલ કરતા જણાવેલ કે યુવાનો ક્રિકેટ સહિતની વિવિધ રમત ગમતમાં રસ દાખવે તે આવકારદાયક છે, પરંતુ મતદાન પ્રત્‍યે જાગૃત રહે તે એટલુ જ અને વિશેષમાં કહયુ તો એથી વધુ જરૂરી છે, યુવાનો દ્વારા પણ વધુમાં વધુ મતદાન કરવા અને સુરત શહેર પોલીસ અને ખાસ કરી પોલીસ કમિશનર દ્વારા લોકોના સહકારથી ચાલતા નો..ડ્રગ્‍સ ઇન સુરત તથા સલામત સુરતને સલામત  રાખવાના અભિયાનમાં ચુસ્‍તતાપૂર્વક અમલ કરવા વચન આપેલ

ઉકત પ્રસંગે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત વાલીઓ સુરત સીપી દ્વારા કાયદો વ્‍યવસ્‍થા કડક કરવા સાથે આવી સામાજિક સમસ્‍યાઓમાં પોતાના સંતાનોને ઉગારવા ચાલતા અભિયાન પ્રસંગે આંખમાંથી હર્ષના આશુ આવેલ.

અત્રે યાદ રહે કે ઘણા વાલીઓ પોતાના સંતાનમાં કોઇ વ્‍યસન હોવાની જાણ થાય ત્‍યારે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરને ફોન કરી ખાનગીમાં મદદ માગે અને ફોનમાં પણ કોઇ મોટાઇ બતાવ્‍યા વગર જે પ્રેમથી વાત સંભાળી અને પોતાની રીત આખો પ્રશ્ન સોલ્‍વ કરતા હોવાનું ઘણા વાલીઓએ ખાનગીમાં જણાવ્‍યુ હતું.

(4:10 pm IST)