Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

નર્મદાનું પાણી વિકાસનું અમૃત બની રહ્યું છે : નરેન્‍દ્રભાઇ

સુરતમાં પીએમનો ભવ્‍ય રોડ શો : વડાપ્રધાનની એક ઝલક મેળવવા લોકો ગેલેરી - છત ઉપર ચડયા

સુરત તા. ૨૮ : ગુજરાત ચુંટણીને પગલે મતદારોને રીઝવવા ઉમેદવારો શહેરો અને ગામડાઓ ખૂંદી રહ્યા છે. બીજી બાજુ પાર્ટીઓના સ્‍ટાર પ્રચારકો ઝાકમઝોળ સભાઓ ગજવી રહ્યા છે. ત્‍યારે ગઈકાલથી નરેન્‍દ્રભાઈ ફરી ગુજરાતના પ્રવાસે આવ્‍યા છે. જેમાં નેત્રાગમાં મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરી જનસભા સંબોધી હતી. ત્‍યારબાદ ભ્‍પ્‍ મોદીએ ખેડામાં જનસભાનું સંબોધન કર્યુ હતું અને રાત્રે સુરતમાં રોડ શો બાદ જનસભા સંબોધી હતી.

નરેન્‍દ્રભાઈએ કહ્યું કે આ રોડ શો નહીં જનસાગર હતો. રોડ શોના કોઇ આયોજન વગર જ જનસાગર ઉમટી પડ્‍યો હતો. જેથી આ વખતે ગુજરાતે બધા જ વિક્રમો તોડવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ આવતીકાલનો વિચાર કરીને આગળ વધી રહી છે. જેમ બાળકનું ઘડતર થાય તેમ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચનું પણ ઘડતર થવું જોઇએ.

ડીજીટલ ક્ષેત્રે આપણે આગળ આવ્‍યા હોવાનું કહી નરેન્‍દ્રભાઈએ ઉમેર્યું કે દુનિયાના દેશોમાં ૪૦ ટકા ડીજીટલ લેનદેન આપડા દેશમાં થાય છે. દુનિયાના આગળ વધતા ૧૦માંથી સુરતનો સમાવેશ થઇ રહ્યો છે. જેથી આજે આખુ હિન્‍દુસ્‍તાન સુરત પર ગર્વ લઇ રહ્યું છે. વધુમાં નર્મદાનું પાણી વિકાસનું અમૃત બની રહ્યું છે.

આ દરમિયાન સુરત, અમદાવાદમાં સિરિયલ બ્‍લાસ્‍ટનો ઉલ્લેખ કરી મોદીએ જણાવ્‍યું કે આતંકવાદ અટકાવવા ભાજપે ગુજરાતમાં જિણવટભરી કાર્યવાહી હાથ ધરી છે. મોદીએ મુંબઇમાં ૨૬-૧૧ ના રોજ થયેલા આતંકી હુમલાનું દુઃખ વ્‍યક્‍ત કરીને કહ્યું હતું. કોંગ્રેસ ઉપરાંત હવે મોટા ભાગના આવા પક્ષો તૃષ્ટીકરણની રાજનીતિ કરી રહ્યાં છે. જેનાથી ગુજરાતે સતર્ક રહેવાની જરૂર છે. ૨૦૧૪ માં તમારા એક મતે આતંકવાદને કચડવામાં ખૂબ મદદ કરી છે.

હવે શહેરો તો ઠીક પણ સીમા પર પણ આતંકી હુમલા અટક્‍યાં છે.ᅠ છતાં કોંગ્રેસ અને વિરોધીએ સર્જીકલ સ્‍ટાઇક જેવા સેનાના સમર્થ પર પણ શંકા ઉપજાવે છે. ભાજપ સરકાર આતંકવાદ સામે બમણી તાકાતથી લડી રહી છે. અમે આતંકી અને તેમના આકાઓને પણ ઘરમાં ઘુસીને મારીએ છીએ. વધુમાં મોદીએ કહ્યું કે હું આતંકવાદના હિતેચ્‍છુથી લોકોને સતર્ક કરવા આવ્‍યો છું. વધુમાં મોદીએ કહ્યું કે દુનિયામાં આપણી અર્થવ્‍યવસ્‍થા ૫માં નંબરે પહોંચી છે. ૨૦ વર્ષમાં ગુજરાતમાં ૧૬ લાખ કરોડનું મેન્‍યુફેક્‍ચરીંગ થઇ રહ્યું છે. ભાજપની ડબલ એન્‍જિન સરકાર સુરતના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને આધુનિક બનાવવા કટીબદ્ધ છે. જેને લઇને સુરતીઓ હીરામાં અને લેબગ્રોનમાં ધમાલ મચાવી રહ્યાં છે. સૂરતમાં ૪૦ હજાર પથરાણાવાળાઓને અમે લોન આપી છે.ᅠ અંતમાં આ વખતે દક્ષિણ ગુજરાતની એક પણ સીટ ભાજપ હારતું ન હોવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

(1:16 pm IST)