Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

નર્મદા જિલ્લાના સાવલી ગામમાં NSS ના વિદ્યાર્થીઓને શ્રમ કાર્યમાં જોડીને રોડ પર નાં ખાડા પુરાવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાવલી ગામ નજીક બિસમાર રોડ અકસ્માતનું  કેન્દ્રબિંદુ બનતા શાળાના શિક્ષકોએ NSS ની સેવાકીય પ્રવૃત્તિ માં બાળકોને જોડી શ્રમદાન કરાવી રસ્તો રીપેરીંગ  કરવા સાવલી એસ.એમ શાહ વિદ્યા મંદિરના બાળકો મારમત કરવા કામે લાગ્યા,
પ્રાપ્ત વિગત અનુસાર થોડા સમય અગાઉ તિલકવાડા તાલુકાના ગેગડીયા થી ઉતાવડી સુધી નો રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય માજ આ રોડ ઘણી જગ્યાએ બિસમાર બન્યો છે.  આ રોડ ઉપર રાત દિવસ ટ્રાફિક ધમ ધમે છે અને સાવલી થી ઉતાવરી વચ્ચે કેટલાક વિસ્તારોમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અકસ્માતો વારંવાર થાય છે.   આ રસ્તામાં સમારકામની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરવામાં નહિ આવતા  સાવલી ગામની એસ એમ શાહ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ પણ અકસ્માત નો ભોગ બન્યા હોય શાળાના NSS ના શિક્ષકે NSS ના વિદ્યાર્થીઓ ને શ્રમ કાર્યમાં જોડીને જાતે આ રસ્તા નું સમારકામ કરવા માટે  વિદ્યાથીઓ લાગી ગયા હતા છેલ્લા કેટલાક સમયથી આ રસ્તો ભારે બિસ્માર હાલતમાં હોય આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડતી હોવાથી કોઈ અકસ્માત ની ઘટના ન બને તે માટે સાવલી એસ એમ શાહ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ જાતે પાવડા અને તગારા લઈને આ રસ્તા ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી કરી માટે લાગી ગયા હતા.
આ બાબતે એસ.એમ શાહ સાવલી સ્કૂલના આચાર્ય અક્ષય  શાહુ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે  સાવલી નો રસ્તો ખૂબ ખરાબ છે અને અનેક અકસ્માત થયા મારી સામે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. સદ્ નસીબે કોઈ જાનહાની થઈ નથી. પણ આવી કોઈ દુર્ઘટના ના થાય એટલે અમારા NSS ના વિદ્યાર્થીને જે શ્રમશિબિર કરવાની હોય એક શ્રમશિબિરના ભાગ રૂપે આ કામગીરી કરાવી છે

(11:07 pm IST)