Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

વાપી નગરપાલિકામાં 51.69 ટકા, અન્ય નગર પાલિકાઓની પેટાચૂંટણીમાં 48,22 ટકા અને પંચાયતોમાં 73,.03 ટકા મતદાન

વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન દરમ્યાન કુલ ૬ મતદાન મથક ઉપર મતદાન શરૂ થયા બાદ ટેકનિકલ ક્ષતિના કારણે ૬ બેલેટ યુનિટ તથા ર કંટ્રોલ યુનિટ બદલેલ

અમદાવાદ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા સ્વરાજ્યના અન્ય એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી તા.૨૮-૧૧-૨૦૨૧ના રોજ યોજવા તા.૦૧-૧૧-૨૦૨૧નાં રોજ કાર્યક્રમ જાહેર કરેલ હતો. કાર્યક્રમ અનુસાર આજ, તા.૨૮-૧૧-૨૦૨૧ના રોજ ચૂંટણી હેઠળનાં સ્વરાજ્યના એકમોમાં સવારના ૭.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થયેલ છે. આ કાર્યક્રમ અનુસાર થયેલ મતદાન અને ટકાવારીના આંકડા પ્રાથમિક અંદાજ મુજબ વાપી અને તાલુકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૫૧.૬૯ ટકા મતદાન તથા સ્વરાજ્યના અન્ય એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીમાં નગરપાલિકામાં એકંદરે ૪૮.૨૨ ટકા મતદાન પંચાયતમાં ૭૩.૦૩ ટકા મતદાન થયેલ છે. વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન દરમ્યાન કુલ ૬ મતદાન મથક ઉપર મતદાન શરૂ થયા બાદ ટેકનિકલ ક્ષતિના કારણે ૬ બેલેટ યુનિટ તથા ર કંટ્રોલ યુનિટ બદલેલ છે. મતદાન એકંદરે શાંતીપૂર્ણ સંપન્ન થયેલ છે. કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. મતદાનના આંકડા રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટ www.sec.gujarat.gov.in પર મૂકવામાં આવેલ છે. મતગણતરી તા.૩૦-૧૧-૨૦૨૧ના રોજ હાથ ધરવામાં આવશે. વીજાણુ મતદાન યંત્રોથી ચૂંટણી થયેલ હોવાથી બપોર સુધીમાં પરિણામો જાહેર થઈ શકશે. રાજ્ય ચૂંટણી આયોગ, શાંતીપૂર્ણ મતદાન માટેના સહયોગ બદલ ચૂંટણી હેઠળના મતદારો, રાજકીય પક્ષો, ઉમેદવારો, મીડિયા, ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ/ કર્મચારીઓ તથા પોલીસ તંત્ર અને જાહેર જનતાનો આભાર માન્યો હતો .

 

(9:21 pm IST)