Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

મોડાસાના સાકરીયા ગામમાં હોમગાર્ડની ભરતી દરમિયાન એક યુવકનું મોત : ભીલકુવાના રણજીતસિંહ પરમારને ફિઝિકલ ટેસ્ટ બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો

નોકરી માટે ભરતીમાં આવેલા દીકરાનું મોત નીપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો

અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામમાં હોમગાર્ડ ભરતીની પ્રક્રિયા દરમિયાન એક યુવકનું મોત થયાની ઘટના બની છે. મોડાસાના ભીલકુવા ગામના 25 વર્ષીય રણજીતસિંહ પરમારનું ભરતી દરમિયાન મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી છે. હોમગાર્ડની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મૃતક યુવાન ફિઝિકલ ટેસ્ટ માટે આવ્યો હતો. ટેસ્ટ બાદ છાતીમાં દુ:ખાવો ઉપાડ્યો હતો. છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. મૃતક યુવાનનો પરિવાર આર્થિક રીતે નબળી પરિસ્થિતીનો હોવાનું સામે આવ્યું છે. આવી પરિસ્થિતિમાં નોકરી માટે ભરતીમાં આવેલા દીકરાનું મોત નીપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. તો પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે સહાયની માગ કરવામાં આવી છે.

(7:36 pm IST)