Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

અમદાવાદમાં રિલીફ રોડના આકાશ કોમ્પલેક્ષમાં ભયાનક આગ: 6 દુકાનો ઝપેટમાં આવી

ઘટના સ્‍થળે ફાયરબ્રિગેડની ટુકડી પહોંચી

અમદાવાદ: અમદાવાદના રિલીફ રોડ પર કોમ્પલેક્ષમાં આગ લાગી છે. જેમાં આકાશ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમાં ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના રિલીફ રોડ પર આવેલા આકાશ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે.

દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. આગ લાગતા આસપાસના રહિશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

(3:07 pm IST)