Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

પલસાણાના કડોદરામાં અજાણ્યા વાહને અડફેટે લેતા શિક્ષિકાનું કરૂણ મોત

કડોદરા-બારડોલી મુખ્યમાર્ગ પસાર કરતા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતા હાથ પગ અને માથામાં ગંભીર ઇજા :ટૂંકી સારવાર બાદ કરૂણમોત

સુરતના પલસાણાના કડોદરામાં અજાણ્યા વાહને અડફેટે લેતા શિક્ષિકાનું કરૂણમોત નીપજ્યું છે

મળતી વિગત મુજબ કડોદરા ખાતે આવેલ લીટલ ફ્લાવર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને જલારામ નગરના ઘર નં. ૨૦ માં રહેતા નીલમબેન કડોદરા-બારડોલી મુખ્યમાર્ગ પસાર કરતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે અડફેટે લેતા ટ્રંકનું ટાયર તેઓ પરથી પસાર થઈ જતા તેઓને હાથ અને પગમાં ફેકચર થઈ માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ચલથાણ સંજીવની હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયુ હતુ.

 ઘટનાની જાણ કડોદરા જી.આઇ.ડી.સી. ને કરતા પોલીસ દ્વારા અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષિકા જે શાળામાં અભ્યાસ કરાવતી હતી તે શાળામાં આજરોજ તેમનું મોત થવાથી શોકનું વાતાવરણ સર્જાયું હતુ. તેમજ તેમના શોકમાં આજરોજ શાળા પણ બંધ રાખવામાં આવી હતી

(10:20 pm IST)