Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સુરતના ડીડોલીમાં મજાકમાં ફાસો ખાવો યુવાનને ભારે પડ્યો:મજાક હકીકત બની જતા કમકમાટીભર્યું મૃત્યુ

સુરત: શહેરના ડિંડોલીના નવાગામમાં શુક્રવારે રાત્રે બે પુત્રીની નજર સામે મજાક મસ્તીમાં આવી રીતે ફાંસો ખાવાનું કહીને ફાંસો ખાવાનો પ્રયાસ યુવાન કરતા હતા. જેમાં યુવાનને ગળે ફાંસો લાગી જતા મોત નીપજ્યું હતું.

પોલીસ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડિંડોલીના નવાગામ વિસ્તારમા ઉમિયા નગરમાં રહેતા 35 વર્ષીય પ્રમોદભાઈ પ્રકાશભાઈ કાપડે શુક્રવારે રાત્રે ઘરના રસોડામાં બે પુત્રીમા એક 10 વર્ષની અને બીજી 12 વર્ષની પુત્રીની નજર સામે મજાક મસ્તીમાં કહેતા હતા કે આવી રીતે ફાંસો ખવાય.

આવી હસી મજાકમાં તેમણે લોખંડના હુક સાથે સાડીનો છેડો બાંધીને ટેબલ પર ચઢી ગળે ફાંસો ખાવાની કોશિશ કરતા હતા જેમાં તેમને ગળે ફાંસો લાગી જતા મોતને ભેટયા હતા.

(5:16 pm IST)