Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડોદરામાં દેવદિવાળીના દિવસે કોરોના વાયરસના કારણોસર મંદિર બંધ રહેતા ભાવિકો દર્શન વિહોણા રહ્યા

વડોદરા: ડાકોરના ઈતિહાસમાં પ્રથમ વાર ભક્તો વગર ઠાકોરજીની પૂજા અને દેવદિવાળીનો ઉત્સવ ઉજવાશે. ડાકોરના ઈતિહાસ તરફ નજર કરીએ તો ઠાકોરજીના ભક્ત વિજયસિંહ બોડાણા હાથમાં તુલસી લઈ દર પૂનમે ૭૦ વર્ષ સુધી ડાકોરથી દ્વારકા ચાલતા જતા હતા. ભગવાને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેને કહ્યું કે હવે તુ આવ ત્યારે ગાડુ લઈને દ્વારકા આવજે.

ત્યારે ભક્તની પરિસ્થિતિ સારી ન હોવાથી તે માટીનું ગાડુ બનાવી દ્વારકા પહોંચ્યા અને ભગવાને તે ગાડામાં બેસી માત્ર એક જ દિવસમાં દ્વારકાથી ડાકોર દેવદિવાળીના દિવસે વિક્રમ સંવત ૧૨૧૨ના રોજ આવ્યા હતા. ત્યારથી લઈ સંવત ૨૦૭૬ સુધી દેવદિવાળીનો તહેવાર ડાકોરમાં ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવાયો છે. પણ આ વખતે ભક્તોની હાજરી વગર ભગવાનનો સાજ-શણગાર અને પૂજા વિધિ થશે.

(5:14 pm IST)