Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડોદરામાં કોવીડની ગાઇડલાઇનનો ભંગ કરનાર ત્રણ શોપિંગ મોલને ત્રણ દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યા

વડોદરા: શહેર માં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે  કોરોના ની બીજી લહેરને વડોદરામાં હવે પછી આગળ વધતી રોકવા માટે  કોર્પોરેશનની 24 જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને 4 ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ગઈકાલે મળેલી બેઠકમાં નક્કી થયા મુજબ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા કડક હાથે કાર્યવાહી શરૂ કરી સપાટો બોલાવ્યો છે. જેમા ગેંડા સર્કલ ખાતે આવેલો વડોદરા સેન્ટ્રલ મોલ  હરણી રોડ પર આવેલો રિલાયન્સ સ્માર્ટ મોલ તેમજ માંજલપુરના ઈવા મોલને કોવિડ ગાઇડ લાઇનનો ભંગ થતા ત્રણ દિવસ માટે સીલ કરી દેવાયો છે. આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રુટની દુકાન અને ગોડાઉન સીલ કરાયું હતું. કારેલીબાગમાં ડોરમેટની દુકાન વોર્ડ 9 માં પાનઅને કોલ્ડ્રિંક્સની વોર્ડ નંબર 5 ગિફ્ટ આઈટમની દુકાન ગોરવા શાકમાર્કેટ સામે શાકભાજીની દુકાન તેમજ સેવ ઉસળની લારી સીલ કરી દેવામાં આવી હતી. 

(5:12 pm IST)