Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વેકસીન સફળ રહેશે અને દુનિયાને મળશે તો અમારૂ આ યોગદાન સફળ થઇ જશે : મુળ ગુજરાતી અને અમેરિકા સ્થાયી થયેલા દંપતિએ ટ્રાયલમાં ભાગ લીધો

સુરત :કોરોના વાયરસને લીધે ફેલાયેલી મહામારી અટકાવવા માટે અમેરિકામાં સૌથી મોટાપાયે વેક્સીનના ટ્રાયલ ચાલે છે. મહામારીથી લોકોનો જીવ બચી શકે માટે મૂળ ગુજરાતી અને અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સીનના ફેઝ-3 ના ટ્રાયલમાં ભાગ લીધો છે. દંપતી સિનીયર સિટીઝન છે. તેમ છતાં લોકોને વહેલી તકે વેક્સીન મળી શકે માટે તેઓએ સામેથી રજિસ્ટ્રેશન કરવી વેક્સીન ટ્રાયલમાં ભાગ લીધો હતો.  અમદાવાદમાં હાલ જ્યારે કોરોનાની રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકન દંપતીએ કોરોનાની વેક્સીન લીધા બાદ થતી અસર વિશે માહિતી આપી છે. જોકે, તેઓએ અમેરિકાની કંપનીની રસીની વાત જણાવી છે

અમેરિકાના સાનફ્રાન્સિસ્કો નજીક છેલ્લા 45 વર્ષથી રહેતા મૂળ ગુજરાતી શાહ દંપતીએ હાલ કોરોના વેક્સીનની ટ્રાયલમાં ભાગ લીધો છે. બંન્ને સિનિયર સિટીઝન છે. પરંતુ કોરોના મહામારીથી વિશ્વને એક કારગર વેક્સીન મળી રહે માટે પોતે ટ્રાયલમાં ભાગ લેવા સ્વેચ્છાએ આગળ આવ્યા છે. સતીષ શાહ 1973 માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કરવા માટે યુએસ ગયા હતા અને ત્યાં સ્થાયી થઈ ગયા હતા. સતીષ શાહ માઇક્રોસોફ્ટમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. નિવૃત્ત થયા પછી તેમણેયુનિટિફાઇડ કમ્યુનિકેશન્સ ફોર ડમીઝનામનું એક પુસ્તક લખ્યું હતું. તેઓ માઇક્રોસોફ્ટ ટેકનોલોજીમાં કન્સલ્ટિંગ અને ટ્રેનિંગ આપે છે

સતીષ શાહ અને તેમના પત્ની લીલામ શાહ હવે શહેર પોલીસ વિભાગ અને વરિષ્ઠ જૂથો અને સેવાભાવીઓ માટે સ્વયંસેવક પણ બન્યા છે. લીલામ શાહ પણ  છેલ્લા 42 વર્ષથી અમેરિકામાં રહે છે. તેઓએ કેમિસ્ટ્રીમાં ડિગ્રી મેળવી છે અને બાયોટેક કંપનીમાં ડીએનએ નિષ્ણાત તરીકે કામ કર્યું હતું. હવે નિવૃત્ત થઈને ચેરિટી અને વરિષ્ઠ જૂથો માટે સ્વયંસેવક તરીકે કાર્યરત છે.

સતીષ શાહે જણાવ્યું હતું કે, વેક્સીન ટ્રાયલમાં ભાગ લેવો અમે પોતાની ફરજ સમજી હતી. માનવતાના કારણે એક વ્યક્તિ બીજા વ્યક્તિના કામે આવી શકે છે. વેકસીન સફળ રહેશે અને દુનિયાના લોકોને મળી રહેશે તો અમારું યોગદાન સફળ થઈ જશે. હાલ મોડર્ના કંપનીએ જણાવ્યું છે કે, 95 ટકા વેક્સીન સફળ છે. જે સાંભળી અમે ખૂબ ખુશ છીએ. કારણ કે હવે વેક્સીનના કારણે બાળકો શાળાઓ જઈ શકશે. લોકો ફરીથી સામાન્ય જીવન જીવી શકશે. વેક્સીનના પ્રથમ કેટલાક દિવસ કોઇપણ પ્રકારનું રિએક્શન મને અને મારા પત્નીને થયું નથી. જ્યારે બીજા શોર્ટમાં 28 દિવસ બાદ જ્યારે ફરીથી વેક્સિન લગાવી ત્યાર બાદ મને 102 ડિગ્રી તાવ, માથા અને શરીરના દુખાવાનો અનુભવ થયો અને ડોક્ટરની સલાહ લીધી હતી. જેમાં ડોક્ટરે દવા જણાવી હતી. જેને લીધા બાદ મારો તાવ ઉતરી ગયો હતો અને તકલીફો પણ દૂર થઇ હતી. કોઈપણ વ્યક્તિને વેક્સીન લીધા બાદ તેની અસર થાય છે. અસરથી જાણવા મળ્યું કે, અમારા શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ રહી છે. જે રિએક્શન થયું તેને લઇ ડોક્ટરોએ જણાવ્યું હતું કે તમને 90 ટકા જેટલો શોર્ટ મળી ગયો છે. તેને જાણીને અમે ખૂબ પ્રસન્ન થયા હતા.

(5:08 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • દેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 88 લાખને પાર પહોંચી : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 41,465 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,92,689 થયો :એક્ટીવ કેસ 4, 52, 960 થયા: વધુ 41,974 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,00,860 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,720 થયો access_time 12:04 am IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST