Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

શિયાળુ પાકના ઢગલા થશે : અત્યારની ઠંડી ફાયદાકારક

સારા ચોમાસાના કારણે તળમાં પુષ્કળ પાણી છે, વધારામાં કુદરતી અનુ કૂળતા : સૌરાષ્ટ્રમાં ૭૯૬૩ હેકટરમાં વાવેતર

રાજકોટ તા. ૨૮ : ગુજરાતમાં ગયા ચોમાસામાં મેઘરાજાની મહેર થતાં તળમાં પુષ્કળ પાણી છે. રવિ પાક માટે આ અનુ કૂળતા હતી તેમાં કુદરતી વાતાવરણનો ઉમેરો થયો છે. અત્યારની ઠંડી શિયાળુ પાક માટે ખૂબ ફાયદાકારક હોવાનું કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે. ઝાકળ પડે તો નુકસાન થઇ શકે છે અન્ય કોઇ કુદરતી કારણ ન સર્જાય તો આ વખતે ઉનાળાના પ્રારંભે બજારમાં શિયાળુ પાકના ઢગલા થઇ જશે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ઘઉં અને ચણા શિયાળુ પાક તરીકે વાવવામાં આવે છે. આ વખતે તા. ૨૩ નવેમ્બર સુધીના સરકારી આંકડા મુજબ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ શિયાળુ પાક સૌરાષ્ટ્રમાં ૭૯૬૩ હેકટરમાં વાવવામાં આવ્યો છે. ઘઉં પિયત ૨૦૦૫, બિનપિયત ૫૭, ચણા ૨૬૯૦, જીરૂ ૧૨૬૬, ધાણા ૬૦૦, ડુંગળી ૨૦૮ અને વરીયાળી ૯૬ હેકટરમાં વાવવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગની વાવણી પૂરી થઇ ગઇ છે.

પાક માટે જરૂરી પાણી અને કુદરતી વાતાવરણ બંને અત્યારે અનુ કૂળ છે. પુષ્કળ રવિ પાક થવાની આશાથી ખેડૂતો હરખાઇ રહ્યા છે. અત્યારે જેનું વાવેતર થયું છે તે પાક માર્ચ આસપાસ બજારમાં આવશે. ખરીફ પાકની જેમ રવિ પાકનું પણ ઉજ્જવળ ચિત્ર છે.

સૌરાષ્ટ્રમાં મુખ્ય પાકનું વાવેતર (આંકડા હેકટરમાં દર્શાવેલ છે)

ઘઉં પિયત

૨૦૦૫

ઘઉં બિનપિયત

૦૦૫૭

ચણા

૨૬૯૦

જીરૂ

૧૨૬૬

ધાણા

૦૬૦૦

ડુંગળી

૦૨૦૮

(1:01 pm IST)