Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ગાંધીનગર: ચિલોડા હાઇવે પર મુસાફરના સ્વાંગમાં મહિલાની સાથે ઠગાઈ આચરનાર ટોળકીનો આતંક: મહિલાના પર્સમાંથી રિક્ષામાં સવાર ગઠિયાએ 1.31 લાખના દાગીના તફડાવી લેતા ગુનો દાખલ

ગાંધીનગર: શહેર આસપાસ રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં ફરતી ગઠીયા ટોળકીનો આતંક વધી રહયો છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા સર્કલથી ગાંધીનગર આવવા માટે રીક્ષામાં બેઠેલી મહિલાના પર્સમાંથી રીક્ષામાં સવાર ગઠીયાઓ ૧.૩૧ લાખની કિંમતના સોનાના દાગીના ચોરીને પલાયન થઇ ગયા હતા. ઘરે પહોંચેલી મહિલાને આ ચોરી અંગે જાણ થતાં ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોની સાથે ગઠીયા ટોળકી પણ સક્રિય થઈ છે અને તેમાં પણ ખાસ કરી અડાલજ પંથકમાં મુસાફરોને રીક્ષામાં બેસાડીને ટોળકી તેમના કિંમતી માલસામાનની ચોરી કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ટોળકી વિસ્તારમાં તરખાટ મચાવી રહી છે ત્યારે હવે ચિલોડા પંથકમાં પણ આ રીક્ષામાં આવતી આ ગઠીયા ટોળકીએ દેખા દીધી છે.

(5:57 pm IST)