Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

પાટણ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખે ચુંટણી પંચ સમક્ષ ખોટી માહીતી રજુ કરતા ધરપકડ : જેલ હવાલે

પાટણ તા.૨૮  : પાટણ નગર પાલીકાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી દિનેશ પટણી અને તેમના પત્નીને ત્રીજી દિકરીના જન્મના દાખલામાં ખોટો ફેરફાર કરી ચૂંટણી લડયા હતા, જેમની સામે એક અરજી પણ થઇ હતી, જે સંદર્ભે તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટમાંથી પોલીસ ધરપકડ ન કરે તે માટે સ્ટે લાવ્યા હતા. લાંબા સમય બાદ હાઇકોર્ટે સ્ટે ઉઠાવી લેતા પોલીસે અટકાયત કરી, પોલીસમાં બે દિવસના રીમાન્ડની માંગણી કરતા કોર્ટે નામંજુર કરી જયુડીશ્યલ કસ્ટડીમાં મુકી દીધા હતા.

૨૦૧૫માં પાલિકાની ચૂંટણી યોજાઇ હતી, ત્યારે કોંગ્રેસમાંથી ટીકીટ મેળવી વોર્ડનં.-૯માંથી ચૂંટણી લડી જીત્યા હતા અને પાટણ નગરપાલીકાના ઉપપ્રમુખ બન્યા હતા, પણ તેમનાંજ સમાજના પટણી ઇશ્વરભાઇ રૂગનાથભાઇએ પોલીસને અરજી આપી પોતાની ત્રીજી દીકરી નિર્મલાબહેનની જન્મ તારીખમાં ખોટો દાખલો ચુંટણી ફોર્મ સાથે રજુ કરાયો હોવાનો આક્ષેપ કરતી અરજી કરી હતી, જેની તપાસમાં પુર્વ પ્રમુખ ત્રણ સંતાનો ધરાવતા હોવાની હકીકતો સામે આવી હતી.

પાટણ પાલિકાના પુર્વ ઉપપ્રમુખની ખોટી માહિતી ચુંટણી પંચ સમક્ષ રજુ કરતા પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દેતા શહેરમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

(3:27 pm IST)